Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

બ્રિટનમાં પ્રથમ દિવસે ફાઇજરની કોરોના વેક્સીન લગાવ્યા બાદ બે લોકો બીમાર : બન્ને સ્વાસ્થ્ય કર્મી

કોઇ પણ વ્યક્તિ, જેમને કોઇ દવા, ભોજન અથવા વેક્સીનથી પુરતી એલર્જી છે તેઓને વેક્સીન નહીં આપવા ચેતવણી

લંડન : બ્રિટનમાં પ્રથમ દિવસે ફાઇજરની કોરોના વેક્સીન લગાવ્યા બાદ બે લોકો બીમાર થયા છે  બન્ને સ્વાસ્થ્ય કર્મી છે અને તેમણે વેક્સીનથી એલર્જી રિએક્શન થયુ છે. ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર, બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS)એ ઘટનાની પૃષ્ટી કરી છે.

બન્ને પીડિત સ્વાસ્થ્ય કર્મી શિકાર થયા બાદ બ્રિટનની રેગ્યૂલેટરી એજન્સીએ ચેતવણી જાહેર કરી છે કે આવા કોઇ પણ વ્યક્તિ, જેમણે કોઇ દવા, ભોજન અથવા વેક્સીનથી પુરતી એલર્જી છે તો તેમણે ફાઇજરની વેક્સીન ના આપવામાં આવે.

બ્રિટનમાં સ્વાસ્થ્ય કર્મી અને વૃદ્ધોને સૌથી પહેલા ફાઇજરની વેક્સીન આપવામાં આવી રહી છે. બીજી, એનએચએસના નેશનલ મેડિકલ ડિરેક્ટર પ્રોફેસર સ્ટીફન પોવિસે જણાવ્યુ કે વેક્સીનથી એલર્જીનો સામનો કરનારા બન્ને લોકો સારી રીતે રિકવર કરી રહ્યા છે, તેમણે કહ્યુ કે બન્ને વ્યક્તિઓને એલર્જી હિસ્ટ્રી હતી.

બ્રિટનમાં આ સમયે મોટાભાગના 80 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકોને ફાઇઝરની વેક્સીન આપવામાં આવી રહી છે. તેની માટે દેશમાં 50 સેન્ટર બનાવવામાં આવ્યા છે. પુરી રીતે વિકસિત કોરોના વેક્સીન દ્વારા સામાન્ય લોકોને રસી આપનાર બ્રિટન વિશ્વનો પ્રથમ દેશ છે. અમેરિકાએ અત્યાર સુધી ફાઇઝરની કોરોના વેક્સીનના ઉપયોગની મંજૂરી આપી નથી.

પ્રથમ તબક્કામાં બ્રિટન ફાઇઝરની કોરોના વેક્સીનની 8 લાખ રસીનો ઉપયોગ કરશે. જોકે, બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈંકૉકે કહ્યુ છે કે ક્રિસમસ સુધી દેશ પાસે 10 લાખની રસી ઉપલબદ્ધ થઇ જશે.

(10:00 pm IST)