Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયે હવે ઉઠાવ્યા સવાલ:કહ્યું - આંદોલનમાં માત્ર 10 ટકા જ ખેડૂત છે : 90 ટકા ખેડૂત નથી

પ્રજાએ સમજી લેવું જોઈએ કે ખેડૂતોના નામે રાજકારણ કોણ કરે છે!

નવી દિલ્હી : એક તરફ ખેડૂતો આંદોલનને ઉગ્ર બનાવવા તરફ આગળ વધ્યા છે ત્યારે ભાજપ ના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય એ આ ખેડૂત આંદોલન પર સવાલ ઉઠાવી દીધો છે.

ભાજપ નેતાએ દેશમાં કૃષિ આંદોલન અંગે જણાવ્યું હતું કે હાલમાં દેશમાં જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેમાં મને લાગે છે કે 90 ટકા ખેડૂત નથી જણાતા, ફક્ત 10 ટકા ખેડૂતો જ આંદોલનમાં સામેલ છે. ઊલટાનું જે શક્તિઓ આ આંદોલનને સમર્થન આપી રહી છે તે આ દેશ માટે ચેતવણી સમાન છે. પ્રજાએ સમજી લેવું જોઈએ કે ખેડૂતોના નામે રાજકારણ કોણ કરે છે!"

ખેડૂત આંદોલનને વિદેશી નેતાઓના સમર્થનની બાબત પર તેમણે સવાલો ઉઠાવ્યા કે "તેઓએ તેમને શા માટે ટેકો આપ્યો? બ્રિટનમાં ભારતીય દૂતાવાસ સામે ખેડૂત આંદોલન ને ટેકો આપ્યો હતો. આ લોકોએ કોણ છે તેની ઊંડાણ સુધી તપાસ થવી જોઈએ, ખેડૂતો ના નામ પર કોણ રાજનીતિ કરી રહ્યું છે તે સમજવું જોઈએ.

(8:59 pm IST)