Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

પાકિસ્તાન સ્થિત દિલીપકુમાર અને રાજકપુરના નિવાસ સ્થાનની કિંમત અનુક્રમે 80 લાખ 56 હજાર અને 1 કરોડ 50 લાખ રૂપિયા : ખેબર પખ્તુન્વામાં આવેલા આ બંને નિવાસ સ્થાન રાજ્ય સરકાર ખરીદશે : પ્રાચીન હિરાસત તરીકે ઘોષિત કરાયા

પેશાવર : પાકિસ્તાનના ખેબર પખ્તુન્વા પ્રાંતના પેશાવરમાં આવેલા ભારતીય બોલીવુડના દિગ્ગજ કલાકારો દિલીપકુમાર અને રાજકપુરના નિવાસ સ્થાનની કિંમત અનુક્રમે 80 લાખ 56 હજાર અને 1 કરોડ 50 લાખ રૂપિયા નક્કી કરાઈ છે.જે રાજ્ય સરકાર ખરીદશે.આ બંને બિલ્ડીંગ પાકિસ્તાનના પેશાવરના હ્ર્દય સમાન વિસ્તારમાં આવેલા છે.જેનું ડિમોલિશન કરવાની વાત ઉડાડી દેવાઈ છે.અને
આ બંને નિવાસ સ્થાનને પ્રાચીન હિરાસત તરીકે ઘોષિત કરાયા છે.

ઉલ્લેખનીય છે કે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.આ બંને કલાકારોનો જન્મ ઉપરોક્ત નિવાસ સ્થાનમાં થયો હતો અને તેઓએ પોતાનું બાળપણ ત્યાં વિતાવ્યું હતું.

(8:47 pm IST)