Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

ખેડૂતો આકરાપાણીએ :અંબાણી-અદાણીની કંપનીઓનો બહિષ્કાર : શનિવાર સુધી જયપુર દિલ્હી અને આગ્રા -દિલ્હી હાઇવે જામ કરાશે

12મીએ આખા દેશમાં ટોલ પ્લાજા ફ્રી થશે:જિયો સિમને પોર્ટ કરવામાં આવશે:ભાજપના નેતાઓની ઓફિસની દેશભરમાં ઘેરાવ કરાશે

નવી દિલ્હી : નવા ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતોને એક લેખિત પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને કહેઉટોએ ફગાવી દીધો છે ખેડૂત સંગઠનોએ પત્રકાર પરિષદ કરી પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે. ખેડૂતોએ સ્પષ્ટ કહ્યુ છે કે તેમની માંગ ત્રણ કાયદાને રદ કરવાની છે ક્રાંતિકારી કિસાન યૂનિયનના અધ્યક્ષ દર્શન પાલે કહ્યુ, “અમે સરકારના પ્રસ્તાવોને ફગાવીએ છીએ

ખેડૂતોએ હવે પોતાનો આગળનો પ્લાન જણાવતા કહ્યુ કે આંદોલનને ઝડપી બનાવવામાં આવશે. ખેડૂતોએ કહ્યુ કે આ પ્રસ્તાવ આખા ભારતના ખેડૂતોનું મોટુ અપમાન છે. ભાજપ સરકારના પ્રસ્તાવમાં નવુ કઇ નથી, ઉધું એક બે વાતો પર સરકાર પાછળ ખસી છે.

ખેડૂત નેતાઓએ જણાવ્યુ હતું કે જયપુર-દિલ્હી હાઇવેને 12 ડિસેમ્બર સુધી રોકવામાં આવશે, 12 ડિસેમ્બરે આખા દેશમાં ટોલ પ્લાજા ફ્રી થશે, અમે આ કાયદો રદ કરાવવા માંગીએ છીએ અને MSP પર ગેરંટીનો કાયદો જોઇએ, 14 ડિસેમ્બરે આખા દેશમાં ધરણા પ્રદર્શન યોજાશે, રિલાયન્સ વિરૂદ્ધ પણ આખા દેશમાં પ્રોટેસ્ટ થશે, જિયો સિમને પોર્ટ કરવામાં આવશે, અંબાણી-અદાણીની દરેક કંપનીનો બોયકોટ કરવામાં આવશે, ભાજપના નેતાઓની ઓફિસની આખા દેશમાં ઘેરાવ કરવામાં આવશે

 

 અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ સાથે ખેડૂત સંગઠનોની મુલાકાત થઇ હતી, જે બાદ સરકારે ખેડૂતોને એક પ્રસ્તાવનું સૂચન આપવાની વાત કહી હતી. જે બાદ આજે સરકાર તરફથી ખેડૂતોને 20 પાનાનો એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો.mers

સરકારે ખેડુતોને કરેલી દરખાસ્તમાં એમએસપી અંગે ઉદ્ભવેલ શંકાઓનો જવાબ આપવામાં આવ્યો છે. એમએસપી અંગે સરકારે કહ્યું છે, નવા અધિનિયમોમાં સમર્થન મૂલ્યની વ્યવસ્થા અને સરકારી ખરીદીમાં કોઇ હસ્તક્ષેપ કરવામાં આવ્યો નથી. સમર્થન મૂલ્યના કેન્દ્રની સ્થાપનાનો અધિકાર રાજ્ય સરકારોનો છે અને તે આ કેન્દ્રોને APMCમાં સ્થાપિત કરવા માટે સ્વતંત્ર છે. કેન્દ્ર સરકાર દ્વારા સતત સમર્થન મૂલ્ય પર ખરીદીની વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે, જેનું ઉદાહરણ આ વર્ષી રબી અને ખરીફની બંપર ખરીદી છે. સરકારે ખેડૂતોની વિજળી સંશોધન સાથે જોડાયેલી માંગ પર જવાબ આપ્યો છે. સરકારે પ્રસ્તાવમાં કહ્યુ છે કે તે વિજળી સંશોધન બિલ 2020 નહી લાવે.

(8:39 pm IST)