Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

અમેરિકામાં 1 જાન્યુઆરી 2021 થી સ્કૂલો ખુલ્લી મુકવાનું આયોજન : કોંગ્રેસ પાસેથી ફંડ મળવાની અપેક્ષાએ જો બિડન ની તૈયારી : પોતાના પ્રેસિડન્ટ પદના કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં અમલ કરશે

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બીડને પોતાના કાર્યકાળના પ્રથમ 100 દિવસનું આયોજન તૈયાર કર્યું છે.જે અંતર્ગત તેઓ 1 જાન્યુઆરી 2021 થી સ્કૂલો ખુલ્લી મુકવાના કામને પ્રાધાન્ય આપવા માંગે છે.અલબત્ત આ માટે તેઓ  કોંગ્રેસ પાસેથી ફંડ મળવાની અપેક્ષા રાખે છે.

આ આયોજન અંતર્ગત શિક્ષકોને વેક્સીન અપાશે.તથા કોવિદ -19 ના નિયમોનું પાલન કરાવાશે.જોકે સ્કૂલો ફરીથી ખુલ્લી મુકવાનો નિર્ણય જે તે રાજ્ય ઉપર આધારિત રહેશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:59 pm IST)