Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

અમેરિકન સોસાયટી ઓફ એન્જીનીયર્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( ASEI ) : ડિસેમ્બર માસમાં યોજાયેલ 33 માં વાર્ષિક વર્ચ્યુઅલ અધિવેશનમાં 8 એન્જીનીયર્સનું બહુમાન કરાયું

વોશિંગટન : તાજેતરમાં 5 તથા 6 ડિસેમ્બરના રોજ અમેરિકન સોસાયટી ઓફ એન્જીનીયર્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( ASEI ) નું 33 મુ વાર્ષિક વર્ચ્યુઅલ અધિવેશન યોજાઈ ગયું.જેમાં 8 એન્જીનીયર્સનું બહુમાન કરાયું હતું.

અધિવેશનમાં એક હજાર ઉપરાંત વૈજ્ઞાનિકો ,એન્જીનીયરો , ટેક્નોલોજી લીડર્સ ,મીડિયા અગ્રણીઓ ,શિક્ષણશાસ્ત્રીઓ ,બેંકર્સ તેમજ કોમ્યુનિટી અગ્રણીઓ જોડાયા હતા.

સન્માનિત કરાયેલા મહાનુભાવોમાં શ્રી નવીન જૈન ,શ્રી જ્યોતિ બંસલ ,પ્રોફેસર શ્રી  ડી.યોગી ગોસ્વામી ,શ્રી દેવલ દેસાઈ ,શ્રી રાકેશ પટેલ ,શ્રી હરિ બિંદલ ,શ્રી વત્સલ ઉપાધ્યાય ,શ્રી રાકેશ ગુલિયાની ,તથા સુશ્રી સુનિતા ડબલિશનો સમાવેશ કરાયો હતો તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(7:38 pm IST)