Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

ગર્ભવતી પત્નીએ વીડિયો કોલ કરીને અંતિમ દર્શન કર્યા

સિયાચિનમાં જવાન શહીદ : ૩ ડિસેમ્બરે ખરાબ મોસમમાં ડ્યુટી ઉપર તૈનાત જવાન બિલજંગ ગરુંગ અચાનક બરફથી છવાયેલી ખીણમાં પડ્યો

સોલન,તા. : હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના સુબાથૂનો જવાન સિયાચિન ગ્લેશિયરમાં શહીદ થયો છે. ડિસેમ્બરે ખરાબ મોસમમાં પોતાની પોસ્ટ તૈનાત જવાન બિલજંગ ગરુંગ અચાનક બરફથી છવાયેલી ખીણમાં પડી ગયો. સાથીઓના અનેક પ્રયાસો બાદ બિલજંગ ગરુંગને બરફથી બહાર કાઢી શકાયો. જોકે પહેલા બિલજંગ શહીદ થઈ ગયો હતો. બિલજંગ ગુરંગની પત્નીએ વીડિયો કોલના માધ્યમથી પતિના અંતિમ દર્શન કર્યા. શહીદની પત્ની દીપા ગુરંગ મહિનાની ગર્ભવતી છે અને તે પરિજનોની સાથે નેપાળમાં છે.

મંગળવારે સુબાથૂમાં જ્યારે શહીદ પતિના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા ત્યારે તેની પત્નીએ નેપાળથી વીડિયો કોલ કરીને અંતિમ સંસ્કારની વિધિ જોઈ. શહીદ બિલજંગ ગુરંગ બે મહિના પહેલા રજા લઈને નેપાળ ગયો હતો અને પરિવારના સભ્યોને મળ્યો હતો. રજા બાદ બિલજંગ ભારત-ચીનની આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત હતો. શહીદના પિતા પણ પોતાના દીકરાની યૂનિટથી સેવાનિવૃત્ત થઈને હવે ડીએસઆઇ હેઠળ ભારતની રક્ષામાં તૈનાત છે. શહીદ જવાનનો ભાઈ જીઆરમાં દેશની રક્ષા માટે જમ્મુની સરહદો પર તૈનાત છે.

શહીદના ભાઈ તુલસી ગુરંગે જણાવ્યું કે, બિલજંગ સ્કૂલના સમયથી બહાદુર હતો. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પણ જવાનની શહાદત પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ સોલનના સુબાથૂ (કસૌલી) સાથે સંબંધ ધરાવનારા ગોરખા રાઇફલમાં તૈનાત બિલજંગ ગુરંગના સિયાચિનમાં માતૃભૂમિની સુરક્ષા કરતાં શહીદ થતાં શોક પ્રગટ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ઈશ્વર દિવંગત આત્માને શાંતિ તથા શોકગ્રસ્ત પરિવારને હિંમત પ્રદાન કરે.

(7:23 pm IST)