Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

ભારતે અમેરિકા પાસે 2020માં 3.4 અબજ ડોલરના સશ્ત્રોની ખરીદી કરી

વર્ષ 2020 માં યુ.એસ. શસ્ત્રોનો મોટો ખરીદદાર ભારત

યુએસ ડિફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સી (ડીએસસીએ) ના સત્તાવાર ડેટા મુજબ, ભારતે 2020 માં યુએસ પાસેથી 3.4 અબજ ડોલર ના શસ્ત્રોની ખરીદી કરી હતી, જ્યારે 2019 માં તેણે 62 કરોડ ડોલરની ખરીદી કરી હતી.

ડીએસસીએ અનુસાર, તેનું વિશ્વવ્યાપી હથિયાર વેચાણ વર્ષ 2019 માં 55.7 અબજ ડોલરથી ઘટીને વર્ષ 2020 માં 50.8 અબજ ડોલર થયું છે. 2017 માં, આ આંકડો 41.9 અબજ ડોલર નો હતો

 . ડીએસસીએના ડેટા મુજબ, વર્ષ 2020 માં યુ.એસ. શસ્ત્રોનો મોટો ખરીદદાર ભારત, 2019 માં 62 કરોડ ડોલરથી વધીને 2020 માં 3.4 અબજ ડોલર, મોરોક્કો 1.24 કરોડ ડોલરથી વધીને 4.5 અબજ ડોલર, પોલેન્ડ 67.3 કરોડ ડોલરથી વધીને 4.7 અબજ, સિંગાપોર 13.7 કરોડ ડોલર થી વધીને 1.3 અબજ ડોલર, તાઇવાન 87.6 કરોડ ડોલર થી વધીને 11.8 અબજ ડોલર અને યુએઈ 1.1 અબજ ડોલરથી વધીને 3.6 અબજ ડોલર ખરીદદારી થઇ છે.

આ સમયગાળા દરમિયાન, સાઉદી અરેબિયા, અફઘાનિસ્તાન, બેલ્જિયમ, ઇરાક અને દક્ષિણ કોરિયા યુએસ પાસેથી શસ્ત્રો ખરીદવામાં પાછળ રહ્યા હતા.

(6:51 pm IST)