Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

પાકિસ્તાનમાં હિન્દૂ અને ખ્રિસ્તી યુવતીઓની દુર્દશા : દાસી કોડવર્ડ સાથે ચીન મોકલાઈ રહી હોવાનો ઘટસ્ફોટ : ચીનના લોકો સાથે લગ્ન કરવા મજબુર કરવામાં આવે છે : યુ.એસ. રિલિજિયસ ફ્રીડમ ડિપાર્ટમેન્ટના અધિકારીનો ચોકાવનારો આક્ષેપ

વોશિંગટન : તાજેતરમાં યુ.એસ. રિલિજિયસ ફ્રીડમ ડિપાર્ટમેન્ટના અધિકારી  સેમુઅલ બ્રાઉનબૈકે આક્ષેપ કરતા જણાવ્યું છે કે પાકિસ્તાનમાં લઘુમતી કોમો સલામત નથી.ત્યાં વસતા હિન્દૂ તથા ખ્રિસ્તી પરિવારની યુવતીઓને જુદી જુદી લાલચો આપી  દાસી કોડવર્ડ સાથે ચીન મોકલવામાં આવી રહી છે.જ્યાં તેઓને ચીનના લોકો સાથે લગ્ન કરવા મજબુર કરવામાં આવે છે .

ઉલ્લેખનીય છે કે આ અગાઉ 14 એપ્રિલ 2019 ના રોજ મહેક નામક ખ્રિસ્તી યુવતીના લગ્ન બાળજબરીપૂર્વક ચીનની એક વ્યક્તિ સાથે કરાવાયા હતા.બાદમાં આ વ્યક્તિએ મહેકને ઘરની બહાર કાઢી મૂકી હતી.આવી હજારો પાકિસ્તાની યુવતીઓ અન્યાયનો ભોગ બની રહી હોવાનું  સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:19 pm IST)