Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

રાજ્યમાં મહાનગર પાલિકાઓમાં મ્યુનિસિપલ કમિશનર એડમિનિસ્ટ્રેર તરીકે રહેશે.

નગરપાલિકામાં ચીફ ઓફિસર અને જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી રહેશે એડમિનિસ્ટ્રેટર: વહીવટદારોએ 3 મહિના સુધી વહીવટ સંભાળવો પડશે: વહીવટદારો કોઈ પણ નીતિ વિષયક નિર્ણય નહીં લઈ શકે

કોરોના મહામારી વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ન યોજાય ત્યાં સુધી એડમિનિસ્ટ્રેટર વહીવટ સાંભળશેસુપ્રીમ કોર્ટના ત્રણ જજ જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ સુભાષ રેડ્ડીની બેંચે નોંધ્યું હતું કે ચૂંટાયેલી પાંખના સભ્યોની ટર્મ પુરી થયા બાદ એડમિનિસ્ટ્રેટર નિણર્ય લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મેયરની ટર્મ 15 ડિસેમ્બરે પૂર્ણ થઇ રહી છGujarat

સુપ્રીમ કોર્ટે આપેલા હુકમમાં નોંધ્યું હતું કે એડમિનિસ્ટ્રેટરને નીતિ વિષયક નિણર્ય લેવાની સતા નથી. જિલ્લા પંચાયતના કિસ્સામાં જિલ્લા વિકાસ અધિકારી, જ્યારે મહાનગર પાલિકાઓમાં મ્યુનિસિપલ કમિશનર એડમિનિસ્ટ્રેર તરીકે રહેશે. બીજી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી એડમિનિસ્ટ્રેર પોલિસી નિણર્ય સિવાયના નિણર્ય લઈ શકશે.

રાજ્ય સરકાર અને ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાનો પ્રયાસ કરી રહ્યા છે, જોકે મહામારીનો સમય હોવાથી તેમાં ફેરફાર પણ થઈ શકે છે. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે અગાઉ આપેલા ચુકાદાને રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો  હતો

ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં યોજાઇ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, રાજ્યમાં 3 મહિના વહીવટદારની નિમણૂંક કરાશે, નગરપાલિકામાં ચીફ ઓફિસર અને તાલુકા-જિલ્લા પંચાયતમાં DDO વહીવટદાર રહેશે

(5:55 pm IST)