Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

બાંગલાદેશની મસ્જિદો અને મદ્રેસાઓમાં બાળકો તથા શિક્ષકો ઉપર બળાત્કાર થાય છે : ખુદ ઇમામો આવું કૃત્ય કરતા હોવાનો લેખિકા તસ્લીમા નસરીનનો આક્ષેપ : અમે 5 ટાઈમ નમાજ પઢીએ છીએ એટલે ખુદા અમારા તમામ અપરાધો માફ કરી દેશે તેવો ઇમામોનો બચાવ

ઢાકા : બાંગલાદેશની મસ્જિદો તથા મદ્રેસાઓમાં આવતા શિક્ષકો તથા બાળકો ઉપર ઇમામો દ્વારા બળાત્કાર થઇ રહ્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ લેખિકા તસ્લીમા નસરીને ટવીટરના માધ્યમથી કર્યો છે.

આ અંગે ઇમામો એવો બચાવ કરે છે કે  અમે 5 ટાઈમ નમાજ પઢીએ  છીએ એટલે ખુદા અમારા તમામ અપરાધો માફ કરી દેશે .

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ મૂળની લેખિકા તસ્લીમા નસરીન ધર્મના અનેક રીતિ રિવાજોના નામે થનારા પાખંડો વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. માટે જ તસ્લીમા હંમેશા કટ્ટરપંથીઓના નિશાને રહે છે. તસ્લીમા નસરીન વિરુદ્ધ અનેક પ્રકારના ફતવા પણ બહાર પડી ચૂક્યા છે અને તેમને હત્યાની ધમકી પણ મળેલી છે.

તસ્લીમાએ હાલ ભારતમાં રાજકીય શરણ લીધા તે પહેલાં પોતાના વતનમાં રેપનો ભોગ બની ચૂકી છે. તસ્લીમા ધર્મના નામે થતા પાખંડો સામે સતત અવાજ ઊઠાવતી રહી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:50 pm IST)