Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

ખેડૂતોએ સરકારનો લેખિત પ્રસ્તાવ ફગાવ્યો: આંદોલનને ઉગ્ર બનાવવા ચીમકી : અંબાણી-અદાણી પ્રોડક્ટ્સ અને ભાજપના નેતાઓનો બહિષ્કાર

કાયદો પાછો લેવાનો લેખિતમાં વિશ્વાસ મળશે તો જ વિચારીશું. સરકારની ચિઠ્ઠી આવશે અને અમને પોઝિટીવ લાગશે તો જ કાલે મીટિંગ કરીશું.:ખેડૂતોની સ્પષ્ષ્ટ વાત : દિલ્હી-ઉત્તર પ્રદેશ હાઈવે અને રાજસ્થાન હાઇવે બંધ કરવાની તૈયારી

નવી દિલ્હી : ખેડૂત સંગઠનોએ સરકાર દ્વારા અપાયેલા સંશોધનના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ ફગાવ્યા બાદ ખેડૂત નેતાઓની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ વખતે ખેડૂતો દિલ્હી-ઉત્તર પ્રદેશ હાઈવે અને રાજસ્થાન હાઇવે બંધ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

આ સિવાય દિલ્હીમાં પણ નાકાબંધી કરવામાં આવી હોવાના સમાચાર છેસરકારે ખેડૂતો સમક્ષ 9 મુદ્દાની દરખાસ્ત કરી હતી. આ ડ્રાફ્ટ 13 સંસ્થા નેતાઓને મોકલવામાં આવ્યો હતો ખેડૂત સંગઠનોએ સરકાર દ્વારા અપાયેલા સંશોધનના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે.

ખેડૂત સંગઠનને જે પ્રસ્તાવ આપ્યો છે તેમાં પોતાના તરફથી અમુક સુધારણાના સૂચનો આપવામાં આવ્યા છે. કેન્દ્ર તરફથી આ પ્રસ્તાવમાં APMC એક્ટ અને MSP પર રાજ્ય સરકારોને લેખિતમાં વિશ્વાસ આપવામાં આવ્યો છે.

ઓલ ઈન્ડિયા ખેડૂત સભાના મહાસચિવ હન્નાન મોલાએ કહ્યું કે, સરકાર જો સુધારાની વાત કરી રહી છે, તો અમારો જવાબ સ્પષ્ટ છે. સુધારો નહીં પણ, કાયદો પાછો લેવાનો લેખિતમાં વિશ્વાસ મળશે તો જ વિચારીશું. સરકારની ચિઠ્ઠી આવશે અને અમને પોઝિટીવ લાગશે તો જ આવતીકાલે મીટિંગ કરીશું.

ખેડૂતોએ આંદોલન ઉગ્ર બનાવવા નિર્ણ્ય કર્યો છે અને 12 ડિસેમ્બર સુધી દિલ્હી-જયપુર હાઈવે બ્લોક કરશે14 ડિસેમ્બરે દેશભરમાં આંદોલન કરાશે ખેડૂતો JIO સિમકાર્ડનો બોયકોટ કરશે અને પોર્ટેબિલિટી માટે પ્રક્રિયા શરૂ કરશે. રિલાયન્સ અને અદાણી પ્રોડક્ટનો બહિષ્કાર કરશે

 ખેડૂતોએ નવું સ્લોગન અપનાવ્યું - સરકાર કી અસલી મજબૂરી - અદાણી, અંબાણી, જમાખોરી,ભાજપના ધારાસભ્ય અને નેતાઓની ઓફિસોનો ઘેરાવો કરાશે ખેડૂતોએ

(5:44 pm IST)