Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

સોનિયા ગાંધી માટે રાજીવ ગાંધીએ નેપકીટ ઉપર કવિતા લખી હતીઃ હું સોનિયાને પ્રથમ વખત જોઇને જ સમજી ગયો હતો કે આ તે યુવતિ છે જે મારી માટે બની છે

નવી દિલ્હી: 9 ડિસેમ્બરે સોનિયા ગાંધીનો જન્મ દિવસ છે, તેમના જન્મદિવસના પ્રસંગે સોનિયા ગાંધી અને તેમના સ્વર્ગીય પતિ રાજીવ ગાંધી સાથે જોડાયેલ એક રસપ્રદ કિસ્સો અમે તમને જણાવી રહ્યા છીએ. ક્યારેક સોનિયા ગાંધી માટે રાજીવે નૈપકિન પર કવિતા લખી હતી અને વેટર દ્વારા આ પ્રેમ પત્ર તેમના સુધી પહોચાડ્યો હતો. રાજીવ અને સોનિયાની કેમ્બ્રિજની મુલાકાતોનો ઉલ્લેખ જાણીતા પત્રકાર રશીદ કિદવઇએ સોનિયા પર લખેલી બાયોગ્રાફીમાં કર્યો છે. રશીદ કિદવઇ કહે છે, “વર્સિટી રેસ્ટોરન્ટમાં રોજ કેમ્બ્રિજ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભેગા થતા હતા. તે બધા બિયર પિતા હતા, જેમાં રાજીવ એકલા હતા જે બિયરને હાથ પણ નહતા લગાવતા, ત્યારે સોનિયાની નજર રાજીવ ગાંધી પર પડી હતી.

રાજીવે પ્રથમ વખત એક નૈપકિન પર તેના સૌદર્ય પર એક કવિતા લખીને એક વેટર દ્વારા સોનિયાને મોકલાવી હતી. સોનિયા તેને મેળવીને થોડા અસ્વસ્થ થયા હતા. પરંતુ રાજીવના એક જર્મન મિત્ર, જે સોનિયાને પણ ઓળખતો હતો, તેણે સંદેશાવાહકની ભૂમિકા સારી રીતે નીભાવી હતી.

કહેવામાં આવે છે કે સોનિયાને જોતા જ પ્રથમ નજરમાં રાજીવને પ્રેમ થઇ ગયો હતો. આટલુ જ નહી સોનિયાના તે દિવાના થઇ ગયા હતા કે તેમણે રેસ્ટોરન્ટના માલિકને કહ્યુ હતું કે તે સોનિયાને તેમની પાસેની સીટ જ આપે. આ વાતનો ઉલ્લેખ ખુદ રેસ્ટોરન્ટના માલિકે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો, તેમણે કહ્યુ હતું કે, ‘જ્યારે મે રાજીવને કહ્યુ કે જો તમે આવુ ઇચ્છો છો તો તમારે તેની માટે ડબલ ચુકવણી કરવી પડશે અને તે તુરંત તૈયાર થઇ ગયા હતા.

રાજીવ ગાંધીએ ખુદ સિમી ગ્રેવાલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે હું સોનિયાને પ્રથમ વખત જોઇને જ સમજી ગયો હતો કે આ તે યુવતી છે જે મારી માટે બનેલી છે, તે ઘણી મિલનસાર છે અને ક્યારેય કઇ છુપાવતી નથી. રાજીવ અને સોનિયાની કેમ્બ્રિજ યૂનિવર્સિટીની આ મુલાકાત ધીમે ધીમે વધવા લાગી હતી. બન્ને વચ્ચે ત્રણ વર્ષ સુધી મુલાકાત ચાલી હતી. સોનિયા ગાંધીના ભારત આવવાના કિસ્સા પણ ઘણા રસપ્રદ છે.

1968માં પ્રથમ વખત સોનિયા ગાંધી ભારત આવ્યા હતા પરંતુ તે રાજીવ ગાંધીના ઘરમાં નહતા રોકાયા. તે સમયે ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતા. એવામાં સોનિયાને પોતાના ઘરમાં રાખવી ઇન્દિરા માટે ખતરાથી ઓછુ નહતું. માટે સોનિયાના રહેવાની વ્યવસ્થા અમિતાભ બચ્ચનના ઘરમાં કરવામાં આવી હતી.

(5:07 pm IST)