Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

પિન પેરિફેલ્‍સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ લેપટોપ ચાર્જ કરતી પાવર બેન્‍ક લોન્‍ચ કરીઃ યુએસબી સી ટાઇપથી સરળતાથી ચાર્જ કરી શકાશે

નવી દિલ્હી: ભારતની સૌપ્રથમ લેપટોપ ચાર્જ કરતી પાવરબેંક હવે માર્કેટમાં ઉપલ્બ્ધ છે. લેપટોપની બેટરી 20 હજાર mAhની છે, જે મોટા ભાગના લેપટોપને ચાર્જ કરવા માટે સક્ષમ છે. લેપટોપની સાથે સાથે સ્માર્ટફોન પણ પાવરબેંકથી ચાર્જ થઈ શકશે.

લેપટોપનું સંશોધન એટલે અનિવાર્ય બની ગયુ કારણ કે આખા કોમ્પ્યુટર સેટને દર વખતે એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જવું શક્ય નહોતું. એટલે ખાસ એવી કોમ્પ્યુટર સિસ્ટમનું સંશોધન કરવામાં આવ્યું જેને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જઈ શકે અને તેને ગમે ત્યારે વાપરી પણ શકે. પરંતુ તેની બેટરીનું શું? દર વખતે એ શક્ય નથી કે ચાર્જિંગ માટે સોકેટ મળી જ રહે, શક્ય છે કે તમે ગાર્ડનમાં બેઠા છો અને લેપટોપ પર કામ કરી રહ્યાં છો, એજ વખતે બેટરી ડાઉન થઈ ગઈ. પછી? હવે ચિંતા કરવાની જરૂર નથી કરાણે કે માર્કેટમાં એવી પાવરબેંક મળી આવી ગઈ છે જે તમારા લેપટોપની બેટરી ચાર્જ કરવા માટે સક્ષમ છે. કઈ છે આ પાવર બેંક, ચાલો જાણીએ.

સમગ્ર વિશ્વમાં સ્માર્ટફોન ચાર્જ કરવા માટે જોઈએ એટલી પાવરબેવન્ક મળી રહે છે, પરંતુ હવે પહેલી વખત એવુ બન્યુ છે એક કંપનીએ લેપટોપને ચાર્જ કરતી પાવરબેંક લોંચ કરી છે. પિન પેરિફેલ્સ પ્રાઈવેટ લિમિટેડે હવે લેપટોપ ચાર્જ કરતી ENLAPPOWER પાવરબેંક લોંચ કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે લેપટોપ ચાર્જ કરનારી દેશની પ્રથમ પાવરબેંક છે. આ પાવરબેંકની બેટરી 20 હજાર mAhની છે. સાથે સાથે યુએસબી C ટાઈપથી લેપટોપ સરળતાથી ચાર્જ કરી શકાશે.

માર્કેટમાં EVM ENLAPPOWER પાવરબેંકની કિંમત 9 હજાર 999 રૂપિયા છે. પાવરબેંકના ખરીદવા પર ગ્રાહકને કંપની ત્રણ વર્ષની વોરંટી પણ આપી રહી છે. એટલે કે ત્રણ વર્ષ સુધી તમારી પાવરબેંક બિલકુલ સુરક્ષિત છે. આ પાવરબેંક એકસાથે 3 ડિવાઈસ ચાર્જ કરવા માટે સક્ષમ છેતેમાં 2 USB અને USB ટાઈપ સી સામેલ છે. પાવરબેંક ચાર્જ કરવા માટે 4 ફૂટ લાંબો કેબલ આપવામાં આવ્યો છે. તેને અલ્ટ્રા બ્લેક પ્રીમિયમ મેટલ બોડીથી તૈયાર કરાયો છે. કંપની કેબલ પર પણ  3 વર્ષની વોરન્ટી આપી રહી છે.

(5:04 pm IST)