Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

કેન્‍દ્ર સરકારની અરૂંધતિ સ્‍વર્ણ યોજના અંતર્ગત દીકરીઓને લગ્ન સમયે 10 ગ્રામ સોનાની ભેટઃ દુલ્‍હન પરિવારની વાર્ષિક આવક 5 લાખથી ઓછી હોવી જરૂરી

નવી દિલ્હી  : દિકરીઓના લગ્નમાં સરકાર તેમને ભેટ સ્વરૂપે સોનું આપે છે. સરકાર આમ તો દિકરીઓ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેમની શિક્ષણથી લઇને જીવનના ઘણા અવસરો પર સરકારી સ્કીમ્સનો ફાયદો મળે છે. હવે કોઇપણ દિકરીના લગ્ન થાય છે તો સરકાર તેમને 10 ગ્રામ સોનું આપશે.

લગ્નમાં ભેટમાં મળશે 10 ગ્રામ સોનું

દિકરીઓના વિકાસ અને તેમના અધિકારોની રક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી ઘણી અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. અસમ સરકાર તરફથી ચલાવવામાં આવતી અરૂંધતિ સ્વર્ણ યોજના પણ સામેલ છે. તેમાં દિકરીના લગ્ન પર રાજ્ય સરકાર તરફથી ભેટ સ્વરૂપે તેમને 10 ગ્રામ સોનું  આપવામાં આવે છે. અસમ સરકારે અરૂંધતિ સ્કીમને ગત વર્ષે લોન્ચ કરી હતી. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તેના માટે અરજી કરવી પડશે

કેવી રીતે મળશે 10 ગ્રામ સોનું

1. આ સ્કીમ તે પરિવારોને મળશે જેમની બે પુત્રીઓ છે. એટલે કે કોઇની ત્રણ અથવા તેના વધુ પુત્રીઓ છે તો તેમને આ સ્કીમનો લાભ નહી મળે. આ ગોલ્ડ સ્કીમ ફક્ત તેમના માટે જે વરની ઉંમર 21 વર્ષ અને વધૂની ઉંમર 18 વર્ષ થઇ ચૂકી હોય.

2. આ યોજનાનો લાભ લેવા માટે દુલ્હનના પરિવારની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ. તેનાથી વધુ હશે તો ફાયદો નહી મળે.

3. યોજનાનો ફાયદો છોકરીના પહેલાં લગ્ન વખતે મળશે, જો ત્યારબાદ તે બીજા લગ્ન કરે છે તો યોજનાનો લાભ નહી મળે

4. 10 ગ્રામ સોનું ફક્ત તે સમુદાયમાં દુલ્હનોને મળશે, જ્યાં આ પ્રકારની પ્રથા છે.

5. લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 અનુસાર રજિસ્ટર્ડ હોવા જોઇએ. જે દિવસે રજિસ્ટ્રેશન થાય તે દિવસે છોકરીને સ્કીમ માટે એપ્લાય કરવું પડશે.

(5:03 pm IST)