Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

સેટેલાઇટથી એક ઇશારો મળ્યો અને ઇરાનના પરમાણુ વૈજ્ઞાનિકની છાતીમાં ગોળીઓના ૧૩ રાઉન્ડ ધરબી દેવાયેલ

સ્મેશ હોપર ગન માત્ર ઓટોમેટિક જ નહીં પણ તેને રીમોટ કંટ્રોલથી પણ ચલાવી શકાય છે

તેહરાન, તા.૯: ઇરાનના જાણીતા પરમાણુ વૈજ્ઞાનિક મોહસિન ફખરીઝાદેહની રાજધાની તેહરાન નજીક હત્યા કરવામાં આવી. દેશના સંરક્ષણ મંત્રાલયે તેના અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ દ્યટનામાં એવી ટેકનીકનો ઉપયોગ થયો છે જે જોઇને તમામ લોકો હેરાન થઇ ગયા છે. જે બંદૂકથી ફખરીઝાદેહની હત્યા કરવામાં આવી તે ગનનું ટ્રીગર દબાવવા માટે કોઇ વ્યકિત નહોંતી. બંદૂક સીધી જ સેટેલાઇટના સંપર્કમાં હતી અને ઇશારો મળતા જ ઓટોમેટિક ગનનું ટ્રીગર પુશ થયું અને ફખરીઝાદેહનું મોત થયું.

અગાઉ, ફખરીઝાદેહનાં મોતનાં કારણો વિશે દ્યણી અટકળો કરવામાં આવી રહી હતી. પરંતુ હવે સત્તાવાર પુષ્ટિ થયા પછી સ્પષ્ટ થઈ ગયું છે કે ફખરીઝાદેહને સેટેલાઇટ સંચાલિત હથિયારથી મારવામાં આવ્યા છે. જે એક ટ્રકમાં સવાર હતી.

આ ઘટના બની ત્યારે તેની પત્નિ પણ કારમાં હાજર હતી, જે તેની પાસેથી થોડા ઇંચના અંતરે બેઠી હતી, પરંતુ આ હુમલામાં તેને કોઈ નુકસાન થયું ન હતું. દરેકના મગજમાં સવાલ એ છે કે સ્વચાલિત બંદૂકનું નિશાન આટલું અચૂક હોઈ શકે કે તે ચાલતી કારમાં જતા વ્યકિતને મારી શકે.

જાણકારી પ્રમાણે, હુમલા દરમિયાન ફખરીઝાદેહ પર ૧૩ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા તમામ નિશાન પરફેકટ જગ્યાએ જ લાગ્યા હતા. એક આયોજન પૂર્વકના કાવતરા પ્રમાણે ગન સ્મેશ હોપર જેવા ખતરનાક હથિયારના ઉપયોગ કરાયો જેથી બચવાના ચાન્સ ઓછા રહે.

સ્મેશ હોપર ગન માત્ર ઓટોમેટિક જ નહીં પણ તેને રીમોટ કંટ્રોલથી પણ ચલાવી શકાય છે. આ ઉપરાંત, તે લક્ષ્યને પોતાને સ્કેન કરે છે અને તેને લોક કરે છે. બુલેટપ્રૂફ વાહનમાં પણ આમાંથી બચવું અશકય છે. સિસ્ટમમાં લ્પ્ખ્લ્ણ્ ૨૦૦૦ કોમ્પ્યુટરાઇઝડ ગનસાઇટ અને રિમોટલી નિયંત્રિત માઉન્ટ્સ શામેલ છે. જેને ત્રપાઈ, ગ્રાઉન્ડ અથવા કોઈપણ વાહન પર બેસાડી શકાય છે.

થોડા દિવસો પહેલા ઇઝરાઇલી કંપનીએ આ મેન પોર્ટેબલ ઓટોમેટિક ગન લોન્ચ કરી હતી અને આ તે કારણોમાંથી એક છે જે ઇઝરાઇલને આ હત્યાના આરોપનો સામનો કરવો પડી રહ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાઇલની જાસૂસ એજન્સી મોસાદે આ દ્યટનાને અંજામ આપ્યો હતો.ત્યારબાદ, ઇઝરાઇલને બદલો લેવાની ખુલ્લી ચેતવણી પણ આપવામાં આવી હતી. ઇઝરાઇલને આ હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે. તે સમય અને તારીખ પોતે નક્કી કરશે. જોકે કેટલાક ઇરાની અધિકારીઓએ યુએસ અને સાઉદી અરેબિયાને પણ મળ્યા હોવાનો દાવો પણ કર્યો છે.

(4:32 pm IST)