Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

જાનૈયાઓની કાર કૂવામાં ખાબકી : ૬નાં મોત : ૩ ઘાયલ

લખનૌ,તા. ૯: ઉત્ત્।રપ્રદેશ ના છત્ત્।ર જિલ્લાના મહારાજાપુર પોલીસ સ્ટેશનના દીવાનજીના પુરવામાં જાનૈયાઓથી ભરેલી ગાડી કૂવામાં ખાબકી હતી. દુર્ઘટનામાં ડ્રાઈવર સહિત ૬ લોકોનાં મોત થયાં હતાં, જયારે ૩ લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના મંગળવાર-બુધવારે રાતે બની હતી.

ઉત્ત્।રપ્રદેશના મહોબા જિલ્લાના ચરખારી તાલુકાના સ્વાસા ગામથી અમુક લોકો છતરપુર દીવાનજી પુરવા ગામમાં આયોજિત લગ્ન સમારોહમાં સામેલ થવા માટે આવ્યા હતા. અહીં તેઓ મનોજ લખનલાલ અહીરવાર લગ્નમાં આવ્યા હતા. ગાડીમાં ૯ લોકો સવાર હતા. રસ્તામાં પાસે આવેલા એક કૂવામાં કાર પડી ગઈ. રાત હોવાને કારણે દુર્ઘટના વિશે કોઈને ખબર ન પડી. વરરાજાના પિતાને ઘટનાની ખબર પડી તો તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસે ક્રેનની મદદથી ગાડીને કૂવામાંથી બહાર કાઢી હતી. દુર્ઘટનામાં ઘનશ્યામ(૫૦) પરમા, રામરતન(૪૦), અમના, કુલદીપ(૨૨) હરપ્રસાદ, રામદીન જાનકી(૫૦), સત્રપાલ(૪૦) વીરસિંહ ડ્રાઈવર(૪૦), રાજુ(૪૦) ભૈયાલાલનાં મોત થયાં છે. પોલીસે મૃતદેહોનું પોસ્ટમાર્ટમ કરાવીને પરિવારજનોને સોંપી દીધા છે. પોલીસે અકસ્માતનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

રસ્તાની બાજુમાં જ છે કૂવો રસ્તાની બાજુમાં જ છે. કૂવાની ચારેબાજુ કોઈ બાઉન્ડરી પણ નથી. અહીં માત્ર લાકડાના પાટિયા જ લગાવેલા હતા, જેમાં પાણી પણ નહોતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, બની શકે કે અંધારું હોવાના કારણે ડ્રાઈવરનું બેલેન્સ બગડ્યું હોય અને કાર કૂવામાં ખાબકી હશે.

(3:37 pm IST)