Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

અદાણી ગ્રીનના શેરમાં ચાલુ વર્ષે ૫૬૨ ટકાનો ઉછાળો આવ્યોઃ રોકાણકારો માલામાલ બન્યા

૧ લાખના માત્ર ૮ મહિનામાં ૧૦ લાખ થઈ ગયાઃ ૮ મહિનામાં જ ૯૦૦ ગણુ રીટર્ન

નવી દિલ્હી, તા. ૯ :. ભારતમાં સૌથી મોટા સમુહો પૈકીની એક એવી અદાણી ગ્રીન એનર્જી લી. દેશના ટોચના ૧૦૦ શહેરોમા આ વર્ષે સૌથી સારૂ પ્રદર્શન કર્યુ છે. આ એક જ એવી કંપની છે જેના રેટીંગ વગર તે કોહોટમાં હતી. એનએસઈના નિફટીના ૧૦૦ ઈન્ડેક્ષ માટે અદાણી ગ્રીનના શેરે આ વર્ષે ૫૬૨ ટકાની છલાંગ લગાવી છે. જો કે શેરોમાં ઉછાળો કોઈ આશ્ચર્યના સ્વરૂપમાં નથી. આ કંપનીના શેરે ટૂંકાગાળામાં રોકાણકારોને માલામાલ કરી દીધા હતા. ૮ મહિનામાં રોકાણકારોના ૧ લાખના ૧૦ લાખ થઈ ગયા. આ ઉછાળાના કારણે કંપનીએ તાજેતરમાં એમએસસીઆઈ ઈન્ડીયા ઈન્ડેક્ષમાં પ્રવેશ કર્યો છે. અદાણી ગ્રીનનો શેર લગભગ ૨૧ ટકાના ફ્રી ફલોટ સાથે નિફટી ૧૦૦ના ગેજમાં સૌથી વધુ સ્ટોક પૈકીનો એક છે. ઓછા ફલોટનો મતલબ છે સ્ટોક ફન્ડામેન્ટલથી વધુ પ્રવાહ દ્વારા સંચાલીત છે. આના કારણે કંપનીનું માર્કેટકેપ વધીને ૧.૭૩ ટ્રીલીયન રૂપિયા બની ગયુ છે. જૂન ૨૦૧૮ના અંતે જે વેલ્યુ હતી તેના કરતા ૪૦ ગણો ઉછાળો નોંધવામાં આવી રહ્યો છે.૨૦૨૦ની શરૂઆતમાં અદાણીએ ૨૦૨૫ સુધીમાં વિશ્વની સૌથી મોટી રીન્યુએબલ પાવર કંપની ઉભી કરવાનું લક્ષ્યાંક રાખ્યુ છે. જૂનમાં કંપનીએ કહ્યુ હતુ કે તે ૪૫૦ બીલીયન રૂ.નું રોકાણ કરશે. જે વિશ્વનો સૌથી મોટો સોલાર ઓર્ડર હશે.

કોરોના સંકટ વચ્ચે પણ ૮ મહિનામાં આ શેરે ૯૦૦ ટકા રીટર્ન આપ્યુ છે. ૧૭ માર્ચના રોજ ૧૧૨.૭૦નો ભાવ હતો જે પછી ૨૪ નવે. ૨૦૨૦ના રોજ મહત્તમ ભાવ ૧૨૨૦ હતો. ૧૭ માર્ચે કોઈએ અદાણી ગ્રીનમાં ૧ લાખ રૂ. લગાવ્યા છે તેમના રૂપિયા ૨૪ નવેમ્બરે વધીને ૧૦ લાખ થઈ ગયા છે. કંપની ૮ હજાર મેગાવોટનો પાવર પ્લાન્ટ તૈયાર કરશે તેવુ જાણવા મળે છે. અદાણી ગ્રીન ૨૦૩૦ સુધીમાં વિશ્વની સૌથી મોટી રીન્યુએબલ કંપની બનવા ઈચ્છે છે. કંપની પાસે હાલ ૨.૮ જી.ડબલ્યુ. રીન્યુએબલ એનર્જી સ્થાપિત કરવાની ક્ષમતા છે જે ૨૦૨૫ સુધીમાં વધારીને ૨૫ જી.ડબલ્યુ કરવા ઈચ્છે છે.

(3:35 pm IST)