Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

મધ્યપ્રદેશમાં હવે પ્રજા સીધી મેયરને ચૂંટશે

મધ્યપ્રદેશમાં હવે સીધી પ્રજા જ કોર્પોરેશનના મેયર અને નગરપાલિકાના અધ્યક્ષની ચૂંટણી કરશે. શિવરાજસિંહની કેબીનેટે એક વર્ષ પૂર્વે કમલનાથ સરકારે લીધેલ નિર્ણયો ફેરવી નાખ્યા છે. કમલનાથ ઈચ્છતા હતા કે કોર્પોરેટરો અને નગર સેવકો મેયર અથવા પાલિકા અધ્યક્ષને ચૂંટી કાઢે. તેની પાછળ તર્ક એવો હતો કે આ લોકશાહી રીતરસમ છે. ભાજપ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ મંત્રી મંડળે ગઈકાલની કેબીનેટ બેઠકમાં મેયર અને નગરપાલિકા પ્રમુખ સીધી જ પ્રજા ચૂંટી કાઢે તેવા ઠરાવને મંજૂરી આપી છે.

(3:22 pm IST)