Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

કાયદેસર પ્રવેશ ન આપનાર કોલેજને ૧૦ લાખનું વળતર અને પ્રવેશ આપવા હુકમ

તેલંગણા મેડીકલ કોલેજને આપવામાં આવ્યો આદેશ

નવી દિલ્હી તા. ૯ : સુપ્રીમ કોર્ટે તેલગણાની એક મેડીકલ કોલેજને એક છાત્રને ૧૦ લાખનું વળતર અને પ્રવેશ આપવા હુકમ કર્યો.

જસ્ટીસ એલ.નાગેશ્વર રાવ અને જસ્ટીસ હેંમત ગુપ્તાની બેંચે આદેશ આપ્યો છે કે ર૦ર૧-રર માં વિદ્યાર્થી  મોથુકુર શ્રીયા કૌમુદીને કામિનેની એકેડમી ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચ સેન્ટર હૈદ્રાબાદમા પ્રબંધન કોરોમાં એમ.એસ.(જનરલ સર્જરી)માં એક બેઠક આપવામાં આવે. પ્રવેશ પ્રશ્ને થયેલ વિવાદમાં પ્રથમ મોથુકુરૂ તેલંગણા હાઇકોર્ટમાં ન્યાય માંગ્યો હતો જેમાં તેના તરફી ચુકાદો આવ્યો બાદમાં રાષ્ટ્રીય ચિકિત્સા આયોગે હાઇકોર્ટનો ચુકાદો સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે વિદ્યાર્થીનીએ જરાપણ બેદરકારી દાખવી નથી તેને તેના અધિકાર મેળવવા પ્રમાણીક પ્રયાસ કર્યો છે તેને પ્રવેશ દેવો જોઇએ.

(3:21 pm IST)