Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

રામમંદિર નિર્માણ માટે ૬૫ એકરમાં ભવ્યતા માટે આવ્યા ૫૦૦થી વધુ સૂચન

૧૫ ડિસેમ્બર સુધી થશે રામમંદિર પાયાની મજબૂતી ઉપર મહામંથન

અયોધ્યા, તા.૯: રામ મંદિર નિર્માણ વર્ષો અને સૈક સુધી અમર રહેવાનુ છે ત્યારે મંદિરનો પાયો મજબૂત હોવો અત્યંત જરૂરી છે. મંદિરની ભવ્યતા ધ્યાનમાં રાખીને મંદિર નિર્માણને સરયૂ નદીને કિનારે રાખવામા આવ્યું છે ત્યાં સુધી કે મંદિરનો પ્લાન પણ નક્કી છે ત્યારે અત્યારે સરયૂ નદીને કાઠે હોવાથી મંદિરના પાયા ખોદવાના સમયે ૨૦૦ ફૂટ નીચે રેતી મળવાથી અત્યારે એંજિનિયર્સ એ વિટંબનમાં છે કે પાયાને મજબૂતાઈ કેવી રીતે આપી શકાય.

હાલમાં પાયાનું કામ રોકાયેલું છે ત્યારે મંદિરની સુરક્ષા માટેની કામગીરી હાથમાં લેવાય છે. રામમંદિર ટ્રસ્ટના કોશાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરિએ જણાવ્યુ છે કે આ મહિને મંદિરની રેટિનીગ દીવાલનું કામ શરૂ કરી દેવામાં આવશે અને અત્યારે પાયાને મજબૂત બનાવવા માટેની એક ખાસ નિષ્ણાતોની ટિમ વિચારણા કરી રહી છે. એક સમિતિ બનાવવામાં આવી છે જે ૧૫ ડિસેમ્બર સુધીમાં આ અંગેનો રિપોર્ટ આપશે.

રામમંદિરના પાયાને અક્ષુણ બનાવવા માટે આ સમિતિના રિપોર્ટનો અદાહર લેવામાં આવશે. પાયાનું કામ અતિ મહત્વનું ચ્જે અને કોઈપણ ઊચી ઇમારત માટે પાયાઓ સૌથી મહત્વનુ સ્થાન હોય છે. પાયો મજબૂત અને ટકાઉ હોય તો જ ઇમારત અડીખમ ઊભી રહી શકે. ભૂકંપ, કે બીજી અન્ય આપદની સામે મંદિરને કોઈ નુકશાન થાય તે માટેની તૈયારીના સ્વરૂપે અત્યારે આ સમિતિ કામ કરશે અને મંદિરના પાયાને વધુને વધુ મજબૂત કરવાનું સંશોધન થાય છે.

મંદિરનું કામ લાર્સન અને ટ્રુબો ( એલ એન્ડ ટી ) અને ટાટા કન્સલ્ટન્સી, અને IIT ચેન્નઈ, સીબીઆરઆઈ, સહિતની સંસ્થાઓ સાથે મળીને મંદિરના પાયા અંગેનું સંશોધન કરી રહ્યા છે,અયોધ્યાના સર્કિટ હાઉસમાં એક બેઠક મળી હતી કે જેમાં ઉપરોકત નિષ્ણાંત સહિત કોશાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરિ, ડો. અનિલ મિશ્રા પણ હાજર હતા અયોધ્યાની મુલાકાતે રામમંદિર નિર્માણ સમિતિના અદયક્ષ નૃપેન્દ્ર મિશ્રા અયોધ્યાની ખાસ મુલાકાત લઈ રહ્યા છે.

અયોધ્યાનું રામ મંદિર રેલ્વે સ્ટેશનમાં પણ પ્રતિબિંબિત થશે

અયોધ્યા મંદિર નિર્માણની ભવ્યતા અયોધ્યાના રેલ્વે સ્ટેશનમાં દેખાશે. અયોધ્યા સ્ટેશનનું નિર્માણ પણ ૧૦૪ કરોડના ખર્ચે થવાનું છે. અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશન માટે નવી ટ્રેન પણ શરૂ થવાની છે અને તે માટે સ્ટેશનની ભવ્યતા માટે સ્ટેશનમાં પણ રામ મંદિરની જેમ ભવ્ય નિર્માણ થવાનું છે.(૨૩.૧૮)

૫૦૦થી વધુ સુચનો

ટ્રસ્ટ સભ્ય ડો. અનિલ મિશ્રા એ જણાવ્યુ કે રામમંદિર સિવાયના ૬૫ એકરની ભવ્યતા માટે દેશભરમાંથી ૫૦૦થી વધારે સૂચનો આવ્યા છે, આ સૂચનો માટે એક સમિતિ બની છે અને તેના ઉપર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

(3:19 pm IST)