Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

ભારતમાં વધુ પડતી લોકશાહીઃ કડક સુધારાઓ કરવા અઘરા

કિસાન આંદોલન દરમ્યાન નીતિ આયોગના સીઇઓની ટીકા

નવી દિલ્હીઃ નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે ગઇકાલે કહ્યું કે ભારતમાં કડક સુધારાઓ કરવા મુશ્કેલ હોય છે. તેમણે એ વાત પર ભાર મૂકયો કે દેશને પ્રતિસ્પર્ધી બનાવવા માટે મોટા સુધારાઓને જરૂર છે. સ્વરાજય પત્રિકાના કાર્યક્રમને વિડીયો કોન્ફરનસ દ્વારા સંબોધિત કરતા કાંતે કહ્યું કે પહેલીવાર કેન્દ્રએ ખનન, કોલસા, શ્રમ, કૃષિ સહિત વિભીન્ન ક્ષેત્રોમાં કડક સુધારાઓને આગળ વધાર્યા છે. હવે રાજયોએ એ સુધારાઓને આગલા તબક્કાને આગળ વધારવો જોઇએ.

તેમણે કહ્યું, ભારતમાં કડક સુધારાઓને લાગુ કરવા બહુ અઘરા છે. તેનું કારણ એ છે કે ચીનથી ઉલ્ટું આપણે એક લોકશાહી દેશ છીએ. આપણે દેશને વૈશ્વિક ચેમ્પીયન બનાવવા પર જોર દેવું જોઇએ. આપણે આ સુધારાઓ (ખનન, કોલસા, શ્રમ, કૃષિ)ને આગળ વધારવા માટે રાજકીય ઇચ્છા શકિતની જરૂર છે.

તેમણે એમ પણ કહ્યું કે કડક સુધારાઓને આગળ વધાર્યા વગર ચીન સાથે હરીફાઇ કરવી સહેલી નથી. આગામી તબક્કાના સુધારાઓ માટે હવે રાજયોએ આગળ આવવું જોઇએ.

પંજાબ અને હરિયાણાના ખેડૂતોનો નવા કૃષિ કાનૂનોના વિરોધ અંગેના સવાલના જવાબમાં કાંતે કહ્યું કે કૃષિક્ષેત્રમાં સુધારાઓ ચાલુ રહેશે, મંડીઓમાં જેવી રીતે કામ થાય છે, એમ જ ચાલતું રહેશે. ખેડૂતો પાસે પોતાની મરજી અનુસાર પોતાની ફસલને વેચવાનો વિકલ્પ હોવો જોઇએ કેમ કે તેનાથી તેમને ફાયદો થશે.

(3:14 pm IST)