Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

કેન્દ્ર સરકારે ખેડૂતોને મોકલ્યો પ્રસ્તાવ

MSP બંધ નહિ થાય : બનશે કાનુન : APMCમાં થશે ફેરફાર

સરકાર કેન્દ્રાકટ ફાર્મિંગમાં ખેડૂતોને કોર્ટ જવાનો અધિકાર આપશે : પ્રાઇવેટ પ્લેયર્સ પર ટેક્ષ લગાવવાની મંજુરી અપાશે : ઇલેકટ્રીસીટી સુધારા બિલ રજુ નહિ થાય : ખેડૂતો દ્વારા પ્રસ્તાવ ઉપર મંથન શરૂ

નવી દિલ્હી તા. ૯ : નવા કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ અંગે આજે ૧૪માં દિવસે પણ ખેડૂત આંદોલન ચાલુ છે. કેન્દ્ર સરકાર અને ખેડૂતોની મંગળવાર રાતે થયેલી બેઠકમાં સરકાર દ્વારા ખેડૂતોને પ્રસ્તાવ મોકલવાની વાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પહેલા થોડીવાર પહેલા સરકારે જે પ્રસ્તાવ તૈયાર કર્યો છે તે મુજબ MSP ખત્મ થશે નહિ. સરકાર MSPને યથાવત રાખશે અને તેના માટે કાયદો નિર્માણ કરશે તે પ્રસ્તાવ હાલમાં ખેડૂતોને મળ્યો નથી.

સરકાર દ્વારા રજુ કરેલા પ્રસ્તાવ મુજબ મંડી કાયદો એપીએમસીમાં મોટો ફેરફાર થશે. પ્રાઇવેટ પ્લેયર્સને રજીસ્ટ્રેશન કરાવું પડશે. સરકાર હવે કોન્ટ્રેકટ ફોર્મિંગમાં ખેડૂતોને કોર્ટ જવાનો અધિકાર પણ આપશે. અલગ ફાસ્ટ ટ્રેક કોર્ટના ગઠનને પણ મંજુરી મળશે. પ્રાઇવેટ પ્લેયર્સ પર ટેક્ષ લગાવાને મંજુરી આપશે. હાલમાં સરકાર ઇલેકટ્રીસીટી અમેન્ડમેન્ડ બિલ રજુ કરશે. તેમાં બદલાવ કર્યા બાદ તેને ગૃહમાં રજુ કરવામાં આવશે.

વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય સોમપ્રકાશે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે ખેડૂત સંગઠના કાયદામાં ફેરફાર થશે તે અંગે વાત કરી હતી. ખેડૂતોએ જે પણ ફેરફાર કરવાની માંગ કરી તેઓએ દરેક ફેરફારની વાત કરી છે. આજે સરકારે ખેડૂતોને લેખિત પ્રસ્તાવ આપ્યો છે. સરકારના પ્રસ્તાવ મળ્યા પહેલા ખેડૂતોને સિંધુ બોર્ડર પર બેઠક શરૂ કરી દીધી છે.

કૃષિ કાયદા પર થઇ રહેલા વિરોધ વચ્ચે સરકારની ચિંતામાં વધારો થયો છે અને ખેડૂતોને મનાવવા માટે સરકારે કાર્યવાહી શરૂ કરી છે. આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીતનો રસ્તો ખોલવા માટે સરકારે સંકેત આપ્યા છે કે કાયદામાં હવે સંશોધન થઇ શકે છે. સરકાર તરફથી લેખિત પ્રસ્તાવ આપી દેવામાં આવ્યો છે જેમાં કેટલાક સંશોધન કરવાની ભલામણ કરવામાં અવી છે. કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવમાં APMC એકટ અને MSP પર લેખિતમાં ભરોસો આપ્યો છે.

(2:59 pm IST)