Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

દેશની કોવિદ -19 હોસ્પિટલોમાં ફાયર સેફટીની વ્યવસ્થા હોવા અંગે એફિડેવિટ રજૂ કરો : તાજેતરમાં ગુજરાત તથા રાજકોટની કોવિદ -19 હોસ્પિટલમાં આગ લાગવાથી મૃત્યુ પામેલા નિર્દોષ દર્દીઓના બનાવના પડઘા : સોલિસિટર જનરલને 3 દિવસમાં કેન્દ્ર સરકાર તથા ગુજરાત રાજ્ય વતી એફિડેવિટ લઈને હાજર થવા સુપ્રીમ કોર્ટનો આદેશ

ન્યુદિલ્હી : દેશમાં વ્યાપ્ત કોવિદ -19 હોસ્પિટલમાં ફાયર સેફટીની વ્યવસ્થા હોવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે.તથા દરેક રાજ્યો પાસે ખુલાસો માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલા સુઓમોટો કેસને ધ્યાને લઇ નામદાર કોર્ટે કેન્દ્ર તથા રાજ્ય સરકારોને  ઉપરોક્ત આદેશ આપ્યો છે.સાથોસાથ માસ્ક ,સોશિઅલ ડિસટન્સ સહિતના નિયમોનું પાલન થાય છે તેની ખાત્રી કરવાની પણ સૂચના આપી છે.ઉપરાંત કોવિદ -19 સંક્રમિત દર્દીના ઘર ઉપર બોર્ડ નહીં લગાવવાનું પણ યાદ દેવડાવ્યું છે.

નામદાર કોર્ટએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને 3 દિવસમાં કેન્દ્ર સરકાર તથા ગુજરાત રાજ્ય વતી એફિડેવિટ સાથે હાજર થવાની સૂચના આપી છે. સુઓમોટો કેસની આગામી સુનાવણી માટે 14 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.તેવું ધ ટ્રિબ્યુન દ્વારા જાણવા મળે છે.

(2:15 pm IST)