Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

ચેન્નઈ-સાલેમ એક્સપ્રેસ વે ના આઠ લેન પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટ દ્વારા લીલી ઝંડી

જમીન સંપાદન અંગે નવી સૂચનાઓ બહાર પાડવા આદેશ આપ્યો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ચેન્નઈ-સાલેમ એક્સપ્રેસ વેના, આઠ લેન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ એ.એમ.ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેંચે આ પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણની સૂચનાને સમર્થન આપ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને પર્યાવરણીય નિયમો અનુસાર પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અંગે નવી સૂચનાઓ બહાર પાડવા આદેશ આપ્યો હતો.

 મદ્રાસ હાઈકોર્ટમાં કેટલાક વકીલો અને ખેડૂતોએ આ પ્રોજેક્ટ બંધ કરવા માટે અરજી કરી હતી. 8 એપ્રિલ 2019 ના રોજ, હાઇકોર્ટે પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણની સૂચના રદ કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, 'આ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય મંજૂરી જરૂરી છે, કારણ કે આ પ્રોજેક્ટ જળાશયો પર ખરાબ પ્રભાવ કરશે.'

ચેન્નઇ-સાલેમ એક્સપ્રેસ વે પર આઠ લેન પ્રોજેક્ટ આશરે 277 કિ.મી. આ એક્સપ્રેસ વે, રિઝર્વ ફોરેસ્ટ લેન્ડમાંથી પસાર થશે. આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી ભારતમાલા પ્રોજેક્ટ -1 નો ભાગ છે. કેન્દ્ર સરકાર અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મદ્રાસ હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

(1:48 pm IST)