Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

ડ્રેગનના નાપાક ઈરાદા : ડોકલામ વિવાદ બાદ ચીને એલએએસી પર 20 મીલીટ્રી કેમ્પ બનાવ્યા

ચીને લદ્દાખથી લઇને અરુણાચલ પ્રદેશ સુધીની એલએસી પર તૈયારીઓ શરૂ કરી

નવી દિલ્હી : ચીનની આડોડાઇને લઇને તેની સાથેના સંબંધોમાં ખટાશ વર્તાઇ રહી છે. છેલ્લા કેટલાક વર્ષથી ભારત અને ચીન બંને વચ્ચેના સંબંધો હવે અગાઉની માફક રહ્યા નથી. વર્ષ 2017માં ડોકલામ વિવાદને લઇને સંબંધોમાં ખટાશ થઇ હતી. હવે ગત એપ્રિલ માસ થી પૂર્વી લદ્દાખમાં વર્તાઇ રહેલી તાણને લઇને સંબંધોમાં ફરી એકવાર સમસ્યા થઇ આવી છે. હાલમાં સામે આવી રહેલા રીપોર્ટ થી જાણકારી મળી છે કે, ડોકલામ વિવાદ સમય થી જ ચીને એલએસી પર અનેક પ્રકારે તૈયારીઓ શરુ કરી દીધી હતી. લદ્દાખથી લઇને અરુણાચલ પ્રદેશ સુધીની એલએસી પર તૈયારીઓ શરુ કરાઇ હતી. હાલમાં જ પાડોશી દેશ ચાઇનાએ એલએએસી પર ડેપ્થ વાળા ક્ષેત્રોમાં 20 મીલીટ્રી કેમ્પ બનાવ્યા છે.

(12:46 pm IST)