Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

દિલ્હીનો કુતુબ મિનાર ધ્રુવ સ્તંભઃ ર૭ જૈન - હિન્દુ મંદિરોને તોડી બનાવાઇ મસ્જીદ

દિલ્હીનીઃ સાકેત કોર્ટમાં અરજીઃ મંદિરોને ફરીથી નિર્માણ કરવા સોંપવામાં આવે તથા દેખરેખ માટે ટ્રસ્ટનું ગઠન કરાયઃ ર૪મીએ વધુ સુનાવણી : ૧૯૧૪માં ઇમારતનું અધિગ્રહણ ખોટુઃ પુરી માહિતી હોવા છતાં સરકારે જૈન-હિન્દુ સમુદાયને પક્ષ રાખવાનો મોકો ન આપેલઃ ભારતીય પુરાતત્વ વિભાગ : મસ્જીદમાં હિન્દુ દેવી-દેવતાઓની મુર્તિઓથી બનેલ સ્તંભો, દીવાલો, છતના કારણે મુસ્લીમોએ ત્યાં કદી નમાઝ પઢી નથી : પ્રથમ મુઘલ શાસક કુતુબુદીનના દરબારી લેખકોએ પણ મંદિરો તોડી મસ્જીદો બનાવાઇ હોવાનું લખ્યુ છે

નવી દિલ્હી : રાજધાની દિલ્હીનાં કુતુબ મિનાર પરિસરમાં બનેલ કુરવત ઉલ ઇસ્લામ મસ્જીદ વિશે ત્યાંનું સરકારી બોર્ડ જણાવે છે કે ર૭ મંદિરો તોડીને તે બનાવાઇ છે. દિલ્હીની સાકેત કોર્ટમાં આ અરજી પહેલા જૈન તિર્થકર રૂષભ દેવ અને ભગવાન વિષ્ણુંના નામે દાખલ કરાયેલ.

વકીલ હરિશંકર જૈન તરફ દાખલ અરજીમાં સીવીલ જજ સમક્ષ દલીલ થયેલ. જેની વધુ સુનાવણી ર૪મીએ થશે. અરજી મુજબ દિલ્હીના પહેલા મુસ્લીમ શાસક કુતુબુદીન એબક દ્વારા ૧૧૯રમાં બનાવાયેલ આ મસ્જીદમાં મુસલમાનોએ કદી નમાઝ પઢી નથી. જેનું કારણ મંદિરોની સામગ્રીથી બનેલ ઇમારતના થાંભલા, મેહરબો અને દિવાલ તથા છત ઉપર જગ્યાએ હિન્દુ દેવી-દેવતાઓની મુર્તિઓ છે. જે આજે  પણ યથાસ્થિતિ જોઇ શકાય છે.

અરજીમાં જણાવાયા મુજબ આજની મહારૌલી હકિકતે મિહિરાવલી છે.  જેને ચોથી સદીના મહાન શાસક ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના નવરત્નોમાં એક વરાહમિહિરે વસાવેલ. ઇતિહાસના પ્રસિધ્ધ ગણીતજ્ઞ અને ખગોળવિદ વરાહમિહિરે ગ્રહોની ગતિનું અધ્યયન માટે વિશાળ સ્તંભનું નિર્માણ કરાવેલ. આને ધ્રુવ સ્તંભ કે મેરૂ સ્તંભ કહેવાય છે. મુસ્લીમ શાસકોના સમયમાં તેને કુતુબ મિનાર નામ અપાયેલ. આ પરિસરમાં ર૭ નક્ષત્રોના પ્રતિક રૂપે ર૭ મંદિરો હતા. જેમાં જૈન તિર્થકર સાથ ભગવાન વિષ્ણુ શિવજી, ગણેશજી વગેરેના મંદિર હતા. જેનું વિવરણ ઇતિહાસમાં પણ ઉપલબ્ધ છે. ઉપરાંત મંદિરો તોડીને તેના ઉપર મસ્જીદ બનાવવાની વાત કુતુબુદીનના દરબારી લેખકોએ લખી છે. ૧૩મી સદીના વિદેશી યાત્રી ઇબ્ન બતુતાથી લઇને અંગ્રેજ ઇતિહાસકારોએ પણ આ તથ્ય આલેખ્યુ છે. ભારતીય પુરાતત્વ સર્વેના બોર્ડમાં પણ તેનો ઉલ્લેખ છે. સાથો સાથ ૧૯૧૪માં ભારતીય પુરાતત્વ વિભાગે આ ઇમારતના અધિગ્રહણને પણ અરજીમાં ખોટુ ગણાવ્યુ઼ છે જણાવ્યું છે કે ઇમારત અંગે પુરી માહિતી હોવા છતા સરકારે હિન્દુ જૈન સમુદાયને પોતાનો પક્ષ રાખવાની તક ન આપેલ. મુસલમાન સમુદાયે કદી આ જગ્યાનો ધાર્મિક ઉપયોગ કર્યો જ નથી અને ન તો તેને વકફની સંપતિ જાહેર કરાયેલ. તેથી તેમનો દાવો નથી બનતો. જગ્યા હાલ સરકારના કબજામાં છે. ર૭ મંદિરોને ફરી નિર્માણ માટે અપાય અને મંદિરોની દેખરેખ માટે ટ્રસ્ટનું ગઠન થાય.

(12:45 pm IST)