Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

૩૦૦ કરોડની આબાદી.. ૩૦૦ કરોડની ડિલેવરી : અમેરિકામાં ક્રિસમસ પહેલા સર્જાયો નવો રેકોર્ડ

ઇ-કોમર્સ વેબસાઇટથી મોટા પ્રમાણમાં લોકો કરી રહ્યા છે ખરીદી

વોશિંગ્ટન તા. ૯ : ક્રિસમસ એટલે કે પશ્ચિમી દેશોમાં રજાઓનો સમય. અમેરિકામાં આ દરમ્યાન ભારે ખરીદી થાય છે અને ભેટની આપલે પણ થાય છે. આ વર્ષ કોરોના મહામારી વચ્ચે લોકોએ ઇકોમર્સ વેબસાઇટોમાંથી એટલી મોટી સંખ્યામાં ખરીદી કરી લીધી છે ડિલિવરી પેકેજોની સંખ્યા ૩૦૦ કરોડને પર પહોંચી ચુકી છે.

મહત્વની વાત એ છે કે અમેરિકાની કુલ વસ્તી અંદાજે ૩૩ કરોડ છે અને જેમ જેમ ક્રિસમસ નજીક આવી રહી છે તેમ તેમ ડિલિવરી પેકેજોની સંખ્યા વધતી જતી જોવા મળી રહી છે. અંદાજ એ છે કે આ વર્ષે છેલ્લા વર્ષની સરખામણીએ ૮૦ કરોડથી વધુ પેકેજ ડિલિવર થવા જઈ રહ્યા છે. આટલી મોટા પ્રમાણમાં ઓર્ડર મળવો અમેરિકી અર્થવ્યવસ્થા માટે સારા સંકેત ગણવામાં આવી રહ્યા છે. પરંતુ ક્રિસમસ પહેલા આ સામાનની ડિલિવરી નહીં થઇ તો ઓર્ડર રદ્દ થવાથી નુકશાન પણ થઇ શકે છે.

મોર્ગન સ્ટેનલેના પરિવહન વિશ્લેષક રવિ શંકર મુજબ આ સમયે હાલમાં અત્યંત તણાવમાં છે વિવિધ કંપનીઓએ હજારો નવા કર્મચારી નિયુકત કર્યા છે. તો બીજી બાજુ બાકીના દિવસોમાં પણ ડિલિવરી કરવામાં આવે છે. શિપ મેટ્રિકસના કંપનીના અધ્યક્ષ સતીશ જિંદલના જણાવ્યા મુજબ રોજ ક્ષમતાથી વધુ ૭૨ લાખથી વધુ ડિલિવરી થઇ રહી છે. મહામારીમાં ઇકોમર્સથી થઇ રહેલી આ ખરીદી જયાં કંપનીઓ અને ગ્રાહકો માટે લાઈફલાઈન બની ચુકી છે. તો બીજી બાજુ આ બધાની વચ્ચે નાના રિટેલ સ્ટોર સંકટમાં છે. જયાં ઓછી સંખ્યામાં લોકો ખરીદારી માટે પહોંચી રહ્યા છે.

(12:43 pm IST)