Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા- વરસાદ

હવામાન વિભાગ કહે છે હજુ ૨૪ કલાક બરફવર્ષા- વરસાદ પડશે, અમુક જગ્યાએ હિમપાતની શકયતાઃ હરિયાણા- પંજાબમાં ઠંડીનું મોજ

નવીદિલ્હીઃ જમ્મુ- કાશ્મીરના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા જયારે જમીની વિસ્તારોમાં વરસાદ પડયો છે. ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સુકુ અને ધુમ્મસવાળુ જોવા મળેલ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૨૪ કલાક ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા- વરસાદ પડશે.

જમ્મુ- કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને લદાખમાં અનેક સ્થળોએ વરસાદ અને પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની શકયતા છે. શ્રીનગર લેહ માર્ગ સ્થિત જોજીલા સહિત જમ્મુ- કાશ્મીરમાં અમુક જગ્યાએ હિમપાત થયો હતો. હરિયાણા અને પંજાબમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.

(12:43 pm IST)