Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

હરિયાણામાં ખટ્ટર સરકારને બચાવવા ભાજપનો પ્લાન બી તૈયાર:ચૌટાલાએ સાત દિવસનો સમય આપ્યો છે

પાંચ અપક્ષ ધારાસભ્યોને સાચવીને બે અપક્ષ અને ચૌટાલાની લોકદળના ધારાસભ્યનો સંપર્ક સાધવા તૈયારી

નવી દિલ્હી : ખેડૂત આંદોલનની ગરમી વચ્ચે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર મંગળવારે બપોરે દિલ્હી દોડી આવ્યા હતા  હરિયાણામાં ભાજપના સાથી પક્ષ જનનાયક જનતા પાર્ટી (જેપીપી)એ કૃષિ કાયદા અંગે ભાજપને અલ્ટિમેટમ આપી દેતાં ખટ્ટર દોડી આવ્યા હોવાનો સૂત્રોનો દાવો છે. ખટ્ટર પહેલાં કૃષ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને અને પછી અમિતભાઈ  શાહને મળ્યા હતા . શાહ સાથે તેમણે જેજેપીના અલ્ટિમેટમ મુદ્દે ચર્ચા કરી હોવાનો દાવો થઈ રહ્યો છે.

હરિયાણામાં ૯૦ સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે ૪૦ ધારાસભ્યો છે અને જેજેપીના ૧૦ તથા ૫ અપક્ષ ધારાસભ્યોનો ખટ્ટર સરકારને ટેકો છે. દુષ્યંત ચૌટાલાની જેજેપીના ૫ ધારાસભ્યોએ ખેડૂત આંદોલનને ટેકો આપતાં દબાણમાં આવેલા ચૌટાલાએ ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ લાવવા ખટ્ટરને સાત દિવસનો સમય આપ્યાનું કહેવાય છે. એ પછી ચૌટાલા ટેકો પાછો ખેંચી લેશે.

ખટ્ટરે શાહ સાથે જેજેપી ખસી જાય તો શું કરવું એ મુદ્દે ચર્ચા કરી છે. શાહે ખટ્ટરને પાંચ અપક્ષ ધારાસભ્યોને સાચવીને બે અપક્ષ અને ચૌટાલાની લોકદળના ધારાસભ્યનો સંપર્ક કરીને પ્લાન બી તૈયાર રાખવા કહેવાયું હોવાની ચર્ચા છે 

(12:35 pm IST)