Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

બાળકોને થતા શરદી-ઉધરસથી કોરોના સંક્રમણનો ખતરો ઓછો

સર્વેમાં મહત્વનું તથ્ય સામે આવ્યું: બાળકોના શરીરમાં સંક્રમણ સામે લડનાર ટી-કોશીકાઓ પહેલેથી જ હોય છે

નવી દિલ્હી તા. ૯: કોરોના બાળકો સુધી પહોંચી રહ્યો છે. જો કે તેની ટકાવારીઓ છે. સ્પેન, ઇટાલી, સ્વીત્ઝરલેન્ડમાં ૧૩ હજાર બાળકો ઉપર થયેલ સર્વેમાં સરેરાશ ૦.૮ ટકા સંક્રમણ મળ્યું હતું. જેમાં ૧૦ વર્ષના બાળકોને લેવાયેલ.

અમેરિકામાં હોસ્પીટલોમાં દાખલ કોરોના દર્દીઓમાં ૧૮ વર્ષથી ઓછી વયના ર ટકા જ સંક્રમિતો હતા. એક અભ્યાસમાં જાણવા મળ્યું કે સંક્રમિત માતાના બ્રેસ્ટ ફીડીંગથી બાળકને ખતરો ન બરાબર છે.

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ બાળકોને ઝડપથી શરદી-ઉધરસ થતા રહે છે. જેનાથી શરીરમાં ફલુ જેવા સંક્રમણોથી લડનાર ટી-કોશીકાઓ પહેલેથી જ હોય છે. સંક્રમણનો ખતરો ઓછો હોય છે. શિકાગોમાં સ્ટડીમાં જાણવા મળેલ કે માર્ચ-જુલાઇ સુધી જે બાળકો દાખલ થયેલ તેમનામાં પહેલાથી જ કોઇ તકલીફ કે સંક્રમણ હતું. (૭.૧૮)

સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઇને સજાગતા

  • કેસ-૧

સ્થળ : રાજસ્થાન ઉંમરઃ ૧ર વર્ષ

જયારે સંક્રમિત થયા તો કવોરન્ટાઇન કરાયેલ. નિયમ મુજબ દવા લીધી ૧૪ દિવસ બાદ રિપોર્ટ નેગેટીવ આવેલ. હવે દરરોજ યોગ-વ્યાયામ કરૃં છું. માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરૃં છું.

  • કેસ-ર

સ્થળ : રાયપુર ઉંમરઃ ૧૦ વર્ષ

માતા-પિતા અને ૧૦ વર્ષની પુત્રી સંક્રમિત થતા બધાને કોરન્ટાઇન કરાયા. પિતાનું અવસાન થયેલ જયારે માતા-પુત્રી રિકવર થયા. આજે પુત્રી માસ્ક વિના બહાર નથી નિકળતી.

  • કેસ-૩

સ્થળ : જયપુર ઉંમરઃ ૧૦ વર્ષ

ઓકટોબરમાં પોઝીટીવ આવેલ. માતા-પિતા પણ કોરન્ટાઇન થયેલ. દરરોજ દવાની સાથે યોગ અને વ્યાયામ કર્યા. ઘરમાં આવતી દરેક વસ્તુને સેનેટાઇઝ કરી માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલનને લઇને સજાગ છે.

(11:32 am IST)