Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

અમેરિકાનું એલિયન્સ સાથે એગ્રીમેન્ટ ! : અમેરિકા અને ઈઝરાયલ ઘણા સમયથી કરી રહ્યાં છે રિસર્ચ

ઈઝરાયલના પૂર્વ જનરલ અને પ્રોફેસર હૈમ એશેદએ કર્યો દાવો : ટ્રમ્પ એલિયન્સના અસ્તિત્વ વિશે ખુલાસો કરવાના હતા

વૉશિંગ્ટન: અંતરિક્ષમાં જીવન શક્ય છે કે કેમ? આ પ્રશ્નનો જવાબ જાણવામાં લોકોને જેટલો રસ છે, તેટલો જ રસ એલિયન્સના અસ્તિવ વિશે જાણવા માટે પણ છે. હાલ એલિયન્સ વિશેના કોઈ ચોક્કસ પુરાવા તો નથી મળ્યા, પરંતુ સમયાંતરે અલગ-અલગ થિયરીઓ એલિયન્સને લઈને આવતી રહે છે. તાજેતરમાં જ ઈઝરાયલના સ્પેશ સિક્યોરિટી પ્રોગ્રામ ચલાવનારા અધિકારીએ એલિયન્સના અસ્તિત્વ  અંગે દાવો કર્યો છે

ઝરાયલના એક પૂર્વ જનરલ અને હાલ પ્રોફેસર હૈમ એશેદએ એક ઈન્ટર્વ્યુમાં દાવો કર્યો છે કે,“એલિયન્સનું અસ્તિત્વ  છે અને તે ખાનગી રીતે અમારી સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે અને પોતાનો સમય વીતાવી રહ્યાં છે.

1981થી 2010 સુધી ઈઝરાયલના સ્પેસ સિક્યોરિટી કાર્યક્રમમાં કામ કરનારા હૈમ અશેદેએ એક ઈઝારયલી અખબારને જણાવ્યું કે, અમેરિકા અને ઈઝરાયલ લાંબા સમયથી એલિયન્સ સાથે કામ કરી રહ્યાં છે. ટ્રમ્પ એલિયન્સના અસ્તિત્વ વિશે ખુલાસો કરવાના હતા, પરંતુ ગેલેક્ટિક ફેડરેશનમાં એલિયને કહ્યું કે, થોભો લોકોને પહેલા શાંત થવા દો. તેઓ પહેલા આપણને સમજદાર બનાવવા માંગતા હતા.

હૈમ એશદે વધુમાં જણાવ્યું કે, તેઓ એલિયન્સના અસ્તિત્વની  પુષ્ટિ કરી શકે છે, કારણ કે તે લાંબા સમયથી આપણી વચ્ચે જ છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે, તેમનો ખુદનુ સંગઠન ગેલેક્ટિક ફેડરેશન છે.

એલિયન્સ એ દિવસ સુધી પોતાના અસ્તિત્વ વિશેને કોઈ પણ વાતને ખાનગી રાખવા માટે સમજૂતિ કરી છે, જ્યાં સુધી લોકો શાંત ના થઈ જાય.

અમેરિકન સરકાર અને એલિયન્સ  વચ્ચે એક સમજૂતિ સધાઈ છે. તેમણે અમારી સાથે એક કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યાં છે. તેઓ પણ બ્રહ્માંડને સમજવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેઓ આપણને મદદગાર તરીકે જુએ છે. મંગળ ગ્રહ પર અંડરગ્રાઉન્ડ જગ્યા પર છે, જ્યાં આપણા અમેરિકન અંતરિક્ષ યાત્રીઓ પણ છે

(10:28 am IST)