Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો

એચઆઈવી પોઝીટીવ શખ્સે કર્યો રેપ તો નથી બનતો હત્યાના પ્રયાસનો કેસ

નવી દિલ્હી, તા. ૯ :. બળાત્કારના એક મામલામાં ફેંસલો સંભળાવતા દિલ્હી હાઈકોર્ટે એક એચઆઈવી પોઝીટીવ વ્યકિત પર ચાલી રહેલા હત્યાના મામલાને માનવાનો ઈન્કાર કરી દીધો હતો. અત્રે નોંધનીય છે કે એક ટ્રાયલ કોર્ટે વ્યકિતને હત્યાના મામલામાં ૧૦ વર્ષની વધારાની સજા સંભળાવી હતી. હાઈકોર્ટે પોતાના ફેંસલામાં કહ્યુ હતુ કે નીચલી અદાલતે પોતાના ફેંસલામાં એચઆઈવી પોઝીટીવ વ્યકિત દ્વારા સેકસ્યુઅલ એકટીવીને આઈપીસીની કલમ ૩૦૭ હેઠળ દંડનીય ગણેલ છે. જેમાં તેના પાર્ટનર સહમતી નહોતી. જો કે ટ્રાયલ કોર્ટે એવુ માન્યુ હતુ કે વ્યકિત એ બાબતથી પરીચીત હતો કે તે આવુ કરશે તો બીજી વ્યકિત પણ એચઆઈવીથી સંક્રમિત થશે.

જસ્ટીસ વિભુ બખરૂએ ફેંસલામાં કહ્યુ હતુ કે કલમ ૩૦૭ હેઠળ સજા એટલા માટે ન મળવી જોઈએ કારણ કે મામલામાં પીડીતની જો સહમતી હોત તો પીડીત પર આત્મહત્યાનો કેસ ચાલત. ટ્રાયલ કોર્ટ દ્વારા અપનાવવામાં આવેલા તર્ક અનુસાર તેનો મતલબ એ થાય છે કે એક સ્વસ્થ વ્યકિત જે એચઆઈવી પોઝીટીવ સાથી સાથે સેકસ કરે અને તેના કારણે એચઆઈવી સંક્રમિત થાય તો તે આઈપીસીની કલમ ૩૦૬ હેઠળ આત્મહત્યા માટે દોષિત ગણાશે.

ઓગષ્ટ ૨૦૧૨ના આદેશમાં ટ્રાયલ કોર્ટે દોષીતને ૧૦ વર્ષની જેલની સજા સંભળાવી હતી. દોષીતે પોતાની સાવકી પુત્રી સાથે રેપ કર્યો હતો. દોષીતને પાંચ વર્ષની સજા પીડીતાની સહમતી વગર તેનો ગર્ભપાત કરાવવા માટે સંભળાવવામાં આવી હતી અને ૧૦ વર્ષની વધારાની સજા પણ સંભળાવવામાં આવી હતી. કુલ મળીને દોષીતને ૨૫ વર્ષની જેલની સજા થઈ છે.

મામલામાં આરોપી વિરૂદ્ધ તેની સાવકી પુત્રીની ફરીયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી હતી. પીડીતાએ આરોપ મુકયો હતો કે આરોપીએ અનેક વખત તેની સાથે રેપ કર્યો હતો. નીચલી અદાલતે હત્યાનો મામલો નોંધવા પર આરોપીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે તેને હત્યાનો દોષીત ગણવામાં ન આવે. પીડીતાના પક્ષનો આરોપ હતો કે માતાના મોત બાદ સાવકા પિતાએ પીડીતાનું શોષણ કર્યુ હતું.

હાઈકોર્ટે સ્વીકાર્યુ હતુ કે આરોપીએ પીડીતાને એચઆઈવીથી સંક્રમિત કરવા માટે રેપ નહોતો કર્યો. કોર્ટે સ્વીકાર્યુ હતુ કે કલમ ૩૦૭ હેઠળ સજા યથાવત રહી ન શકે.

(10:22 am IST)