Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

દારૂના નશામાં પતિ ભાન ભૂલ્યોઃ ઝઘડો કરી પત્નિની જીભ દાંતથી કાપી નાખી

પહેલા પત્નિનું ગળુ દબાવવા પ્રયાસ કર્યોઃ નિષ્ફળતા મળતા જીભ કાપી નાખી

લખનઉ, તા. ૯ :. લખનઉમાં એક શખ્સએ પતિ-પત્નિના સંબંધોને વેરવિખેર કરી નાખ્યા છે. દારૂ પીને પતિ ઘરે પહોંચ્યો તો પત્નિ સાથે ઝઘડો થયો તે પછી ભાન ભૂલી પતિએ પહેલા તો પત્નિનું ગ ળુ દબાવીને તેની હત્યાનો પ્રયાસ કર્યો પરંતુ તેમા સફળતા ન મળી તો પછી તેની દાંતથી જીભ કાપી નાખી હતી.

મળતા અહેવાલો મુજબ લખનઉના ભટ્ટા ગામમાં રહેતો રચીત રાવત નામનો વ્યકિત દારૂ પીને ગઈકાલે રાત્રે ઘરે પહોંચ્યો તો પત્નિ સાથે ઝઘડો થયો બાદમાં તેણે પત્નિને ઢોર માર માર્યો હતો અને તેનુ ગળુ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. ગળુ દબાવ્યા બાદ જ્યારે પત્નિની જીભ મોઢામાંથી બહાર નીકળી તો તેણે પોતાના દાંતથી તે કાપીને બે કટકા કરી નાખ્યા હતા.

પત્નિના મોઢામાંથી લોહી નિકળ્યા બાદ પણ તેણે ઉગ્રતાની બધી સિમાઓ પાર કરી પત્નિ સુમનને માર મારતો રહ્યો હતો. રાડો સંભળાતા આજુબાજુમાં રહેતા લોકો આવી પહોંચ્યા અને પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે ઘાયલ પત્નિને હોસ્પીટલમાં ખસેડી હતી જ્યાં તેની હાલત ગંભીર છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

(10:21 am IST)