Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

હાશ...કેસ ઘટવા લાગ્યાઃ ૨૪ કલાકમાં માત્ર ૩૨૦૮૦ દર્દીઓ સામે આવ્યાઃ ૪૦૨ના મોત

દેશમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને ૯૨૧૫૫૮૧: કુલ કેસ ૯૭૩૫૮૫૦: એકટીવ કેસ માત્ર ૩૭૮૯૦૯: વિશ્વમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૬.૭૯ કરોડઃ ૪.૬૯ કરોડ સાજા થયાઃ ૧૫.૪૯ લાખના મોત

નવી દિલ્હી, તા. ૯ :. દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો ૯૭૩૫૮૫૦ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૨૦૮૦ નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન ૪૦૨ લોકોના મોત થયા છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં ૯૨૧૫૫૮૧ લોકો સાજા થયા છે. કોરોનાએ અત્યાર સુધીમાં ૧૪૧૩૬૦ લોકોના જીવ લીધા છે.

કોરોનાના એકટીવ કેસના મામલામાં ભારત હવે સાતમાથી આઠમા ક્રમે આવી ગયુ છે, એટલે કે હવે ભારત આઠમો દિવસ છે જ્યાં સૌથી વધુ એકટીવ કેસ એટલે કે એવા દર્દીઓ જેનો ઈલાજ ચાલી રહ્યો છે. હાલ ૩૭૮૯૦૯ દર્દીઓની સારવાર થઈ રહી છે. એકટીવ કેસ મામલે સૌથી ખરાબ હાલત અમેરિકાની છે ત્યાં હજુ ૬૦.૯૬ લાખ એવા દર્દીઓ છે જેમનો ઈલાજ ચાલી રહ્યો છે. રીકવરીના મામલામાં પણ ભારત ટોપ-૧૦ દેશોમાં સૌથી સારો દેશ છે. ભારતમા દર ૧૦૦માંથી ૯૫ લોકો સાજા થયા છે.

વિશ્વમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૬.૭૯ કરોડને પાર કરી ચુકી છે. ૪.૬૯ કરોડ લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં ૧૫.૪૯ લાખ લોકોના મોત થયા છે. અમેરિકામાં સંક્રમિતોનો આંકડો ૧.૫૩ કરોડથી વધુ છે અને ત્યાં અત્યાર સુધીમાં ૨.૯૦ લાખ લોકોના જીવ ગયા છે.

આજે પણ અમેરિકામાં બે લાખથી વધુ કોરોના કેસ નોંધાયા : ચારેકોર ફફડાટ : બીજા નંબરે બ્રાઝિલમાં ૪૭ હજાર અને ત્રીજા નંબરે

અમેરીકા      :    ૨,૦૮,૧૨૧ નવા કેસો

બ્રાઝિલ        :    ૪૭,૮૫૦ નવા કેસો

ભારત         :    ૩૨,૦૮૦ નવા કેસો

રશિયા        :    ૨૬,૦૯૭ નવા કેસો

જર્મની        :    ૧૮,૩૧૯ નવા કેસો

ઇટાલી        :    ૧૪,૮૪૨ નવા કેસો

ફ્રાન્સ          :    ૧૩,૭૧૩ નવા કેસો

ઇંગ્લેંડ         :    ૧૨,૨૮૨ નવા કેસો

કેનેડા         :    ૫,૯૮૧ નવા કેસો

જાપાન        :    ૧,૮૬૨ નવા કેસો

યુએઈ         :    ૧,૨૬૦ નવા કેસો

બેલ્જીયમ     :    ૮૫૯ નવા કેસો

દક્ષિણ કોરિયા :    ૫૮૫ નવા કેસો

 હોંગકોંગ     :    ૧૦૦ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :    ૧૫ નવા કેસ

ન્યુઝીલેન્ડ     :    ૬ નવો કેસ

ભારતમાં નવા ૩૨ હજાર કોરોના કેસ તથા ૪૦૨ મૃત્યુ નોંધાયા

નવા કેસો     :    ૩૨,૦૮૦ નવા કેસો

નવા મૃત્યુ     :    ૪૦૨

સાજા થયા    :    ૩૬,૬૩૫

કુલ કોરોના કેસો   :     ૯૭,૩૫,૮૫૦

એકટીવ કેસો  :    ૩,૭૮,૯૦૯

કુલ સાજા થયા    :     ૯૨,૧૫,૫૮૧

કુલ મૃત્યુ      :    ૧,૪૧,૩૬૦

૨૪ કલાકમાં ટેસ્ટ  :     ૧૦,૨૨,૭૧૨

કુલ ટેસ્ટ       :    ૧૪,૯૮,૩૬,૭૬૭

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :    ૧,૫૫,૯૧,૭૦૯ કેસો

ભારત         :    ૯૭,૩૫,૮૫૦ કેસો

બ્રાઝીલ       :    ૬૬,૭૫,૯૧૫ કેસો

(3:20 pm IST)