Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

રાજસ્થાનની પંચાયત ચૂંટણીઓમાં કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો: સત્તારૂઢ પક્ષના દિગ્ગજોની આબરૂને લૂણો લાગ્યો

રાજસ્થાનમાં પંચાયતરાજ અને જિલ્લા પરિષદના ચૂંટણી પરિણામો આશ્ચર્યજનક રહ્યા છે. દિવસભર સતત કોંગ્રેસની લીડ દેખાતી હતી ત્યારે મોડી સાંજે ચૂંટણી પરિણામોએ સાફ કરી દીધી હતી કે ગામડાઓમાં ભાજપની સ્થિતિ મજબૂત બની છે.  ૨૧ જિલ્લાની ગઇ મોડીરાત સુધીમાં ૪૦૫૧ પંચાયત સમિતિ સભ્યોના પરિણામો જાહેર થયા તેમાં કોંગ્રેસને ૧૭૧૮ બેઠક ઉપર જીત મળી છે જ્યારે ભાજપને ૧૮૩૬ બેઠક ઉપર જીત મળી છે. પ્રદેશ કોંગ્રેસ, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદ બંનેની ચૂંટણીમાં કોઈ મોટો ઝળહળતો દેખાવ કરી શકી નથી. કોંગ્રેસના અનેક દિગ્ગજોને આ ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે અને કોંગ્રેસ માટે આ પરિણામો બેહદ ચોંકાવનારા છે. ભાજપનું મનોબળ આ પરિણામો પછી ખૂબ જ વધી ગયું છે.

(10:19 am IST)