Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

સેકસ પાર્ટીનું આયોજન થયું: જનારાઓને રિટર્ન ગિફટમાં મળ્યો કોરોના

અમેરિકામાં થયેલી આ પાર્ટીના આયોજન પર ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે

વોશિંગ્ટન,તા.૯: એક તરફ આખું વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. કરોડો લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. તો બીજી એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. અમેરિકાના ન્યૂ ઓરલિએન્સમાં થયેલી એક સેકસ પાર્ટી બાદ ૪૧ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમેરિકામાં થયેલી આ પાર્ટીના આયોજન પર ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે.

નવેમ્બર મહિનામાં થયેલી નોટી ઈન નોલિન્સ નામની આ ઈવેન્ટમાં લગભગ ૩૦૦ લોકો ભેગા થયા હતા. આ ઈવેન્ટના સીઈઓ અને ફાઉન્ડર બોબ હૈનફોર્ડે પોતાના બ્લોગમાં કહ્યું છે કે તેમણે કોરોના વાયરસથી બચવા માટે તમામ વ્યવસ્થા કરી હતી. પરંતુ તે પુરતા સાબિત ન થયા કારણ કે ઈવેન્ટ ખતમ થયા બાદ સતત તેમને લોકોના મેસેજ આવી રહ્યા હતા કે તેઓ કોરોના પોઝિટિવ થયા છે.

પાર્ટીમાં તમામ ઉંમરના હાઈ કલાસ લોકો સામેલ થયા હતા. આ કંપની વારંવાર આવી પાર્ટીઝનું આયોજન કરે છે. જેમાં સામેલ થવા માટે લોકો તલપાપડ થાય છે. જો કે આ દ્યટના બાદ આયોજક બોબે આ વાતનો ખૂબ જ અફસોસ વ્યકત કર્યો છે. તેમના એક ખાસ મિત્ર પણ કોરોના પોઝિટિવ થયા છે અને તેમની સ્થિતિ ગંભીર છે. બોબનું કહેવું છે કે, જો તેમની પાસે સમયમાં પાછળ જઈને પોતાનો નિર્ણય બદલવાની તાકાત હોત તો તેમણે કયારેય આ ઈવેન્ટનું આયોજન ન કર્યું હોત. બોબે પોતાના બ્લોગમાં લખ્યું કે, જો મને ખબર હોત કે આવું થઈ શકે છે તો મે કયારેય આ ઈવેન્ટ ન કરી હોત. મને આ વાત સતત પરેશાન કરી રહી છે અને તે ત્યાં સુધી પરેશાન કરતી રહેશે જયાં સુધી બધુ ઠીક નહીં થઈ જાય.

બોબે પોતાના બ્લોગમાં કહ્યું કે, આ ઈવેન્ટ માટે કોરોનાને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેણે લખ્યું કે- તમામ લોકોનો આવતા પહેલા કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. ઈવેન્ટ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થયું હતું. લોકોએ સતત માસ્ક પહેરી રાખ્યા હતા. માત્ર ડ્રિંક લેતા સમયે અને જમતા સમયે જ માસ્ક ન પહેરવાની છૂટ હતી. સેનિટાઈઝેશનની વ્યવસ્થા હતી. સાથે જ જેઓ હાલમાં કોરોના નેગેટિવ હતા તેણે રિસ્ટ બેંડ પહેર્યો હતો અને જે લોકોમાં એન્ટીબોડી હતા તેમણે બીજા હાથમાં રિસ્ટ બેંડ પહેર્યો હતો. શહેરની કોરોના ગાઈડલાઈનના હિસાબથી ઈવેન્ટમાં ડાન્સ ફ્લોર પણ નહોતો રાખવામાં આવ્યો.

બોબે પોતોના બ્લોગમાં લખ્યું કે, જેવું અમને ખબર પડી કે કેટલાક લોકોને કોરોના થયો છે તો, અમે તેમને સવાલ પુછ્યા, જેથી અમને ખબર પડે તે આ ઈવેન્ટ દરમિયાન એ કયો વિસ્તાર હતો જે સૌથી વધુ રિસ્કી હતો. અમે જેટલા લોકો સાથે વાત કરી તેમણે કહ્યું કે પહેલા બે દિવસ તેઓ સજાગ અને તમામ ગાઈડ લાઈનનું પાલન કરી રહ્યા હતા પરંતુ દિવસના આ ઈવેન્ટમાં તેના બાદ લાપરવાહી વધવા લાગી અને છેલ્લો દિવસ આવતા તે લોકો બેપરવાહ થઈ ગયા અને એટલે જ કોરોના ફેલાયો.

વેબસાઈટ નોલાના રિપોર્ટ અનુસાર, આ વખતે ઈવેન્ટ ગયા વર્ષની સરખામણીમાં નાના પાયે થઈ હતી. વર્ષ ૨૦૧૯માં આ ઈવેન્ટમાં ૨ હજાર લોકો જોડાયા હતા પરંતુ આ વખતે માત્ર ૩૦૦ લોકો પહોંચ્યા હતા. આયોજકનો દાવો છે કે, તેમણે તમામ પ્રકારની પરવાનગી લીધી હતી. જેથી તેમની સામે કોઈ પગલાં ન લેવાઈ શકે. જો કે આ વખતે અનેક લોકો સંક્રમિત થયા હોવા છતા આવતા વર્ષે પાર્ટીનું આયોજન કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

(9:54 am IST)