Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

વધુ એક બેંક થઇ કંગાળ

રિઝર્વ બેંકે મહારાષ્ટ્રની 'કરાડ જનતા સહકારી બેંક'નું લાયસન્સ રદ કર્યું : લોકોના નાણા ફસાયા

મુંબઇ,તા. ૯: મહારાષ્ટ્રના કરાડ સ્થિત 'કરાડ જનતા સહકારી બેંક'નું રિઝર્વ બેંકે લાયસન્સ રદ કરી દીધું છે. ત્યારે હવે લાયસન્સ રદ થયા બાદ બેંક બંધ થઈ જશે. જો કે, રાહતની વાત એ છે કે, ૯૯ ટકા જમાકર્તા લોકોને તેમને રૂપિયા પાછા આપી દેવામાં આવશે.

આ અગાઉ નવેમ્બર ૨૦૧૭થી જ કરાડ જનતા સહકારી બેંક પર રિઝર્વ બેંકે અમુક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા હતા. રિઝર્વ બેંકે આ બેંકનું લિકિવડેટર નિમણૂંક કરવાનો આદેશ પણ આપ્યો હતો. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર સેકશન ૨૨ના નિયમો અનુસાર બેંકની પાસે હવે રૂપિયા નથી અને આવકનું કોઈ સાધન પણ નથી. કરાડ બેંક બેંકીંગ રેગ્યુલેશન ૧૯૪૯નાસેકશન ૫૬ના માપદંડોમાં યોગ્ય રીતે ઉતર્યુ નથી. જેને લઈને તેનુ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યુ છે.

આરબીઆઈએ કહ્યુ છે કે, હવે બેંકને ચાલુ રાખવી જમાકર્તાઓના હિતમાં નથી. હાલની સ્થિતીમાં બેંક પોતાના ડિપોઝીટર્સને બધા રૂપિયા આપી શકશે નહીં. ડિપોઝિટર્સને લિકિવડેશન પર ૫ લાખ સુધીની રકમ મળશે. સારા સમાચાર એ છે કે, ૯૯ ટકા લોકોને તેમની રકમ પાછી મળી જશે.

(9:51 am IST)