Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

વિશ્વની ૧૦૦ સૌથી શકિતશાળી મહિલાઓમાં નિર્મલા , મજમુદારને સ્થાન

૧૦૦માંથી ૩૮ વિવિધ કંપનીની સીઇઓ છે :પાંચ મનોરંજનના ક્ષેત્રમાંથી અને ૧૦ સ્ટેટ હેડ છે

વોશિંગ્ટન/નવી દિલ્હી, તા. ૯: પ્રખ્યાત મેગેઝિન ફોર્બ્સે વિશ્વની સૌથી શકિતશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે જેમાં નાણા પ્રધાન નિર્મલા સિતારામણ, અમેરિકાના ભારતીય મૂળના ઉપ પ્રમુખ કમલા હેરીસ, કિરણ મજમુદારને સૃથાન આપવામાં આવ્યું છે.

ફોર્બ્સની સૌથી શકિતશાળી મહિલાઓની ૧૭મી યાદીમાં વિશ્વની સૌથી શકિતશાળી ૧૦૦ મહિલાઓનો સમાવેશ કરાયો હતો. ૩૦ દેશોની મહિલાઓએ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમાં ભારતમાંથી નિર્મલા સિતારામણ, કિરણ મજમુદાર, રોશની નાદર મલ્હોત્રા, રેણુકા જગતિયાનીનો સમાવેશ થાય છે.

૧૦૦માંથી ૩૮ વિવિધ કંપનીની સીઇઓ છે, પાંચ મનોરંજનના ક્ષેત્રમાંથી અને ૧૦ સ્ટેટ હેડ છે. નિર્મલા સિતારાણને આ યાદીમાં ૪૧મું સ્થાન આપવામાં આવ્યું છે. જયારે એચસીએના સીઇઓ રોશની નાદર મલ્હોત્રાને ૫૫મું  સ્થાન મળ્યું છે. મજમુદારને જાત મહેનતે સૌથી ધનવાન બનેલી ભારતીય મહિલા ગણાવી છે અને તેમને ૬૮મું સ્થાન આપવામાં આવ્યું છે. જયારે લેન્ડમાર્ક ગુ્રપના ચેરવુમન રેણુકાને ૯૮માં સ્થાન આપવામાં આવ્યું છે.

પ્રથમ ક્રમે જર્મન ચાંસેલર એંજેલા માર્કેલ આવ્યા છે. બીજો ક્રમ યુરોપિનય સેંટ્રલ બેંક ચીફ ક્રિસ્ટિને લેગાર્ડે અને કમલા હેરીસ ત્રીજા ક્રમે છે. ન્યૂઝિલેન્ડના વડા પ્રધાન જેસિના એંન્ડ્રેને ૩૨, તાઇવાનના પ્રમુખ ટીસાઇ ઇંગ વેનને ૩૮, સીવીએસ હેલૃથ એકિઝકયૂટિવ કેરેન લીંચને ૩૮માં સ્થાન આપવામાં આવ્યું છે.

નામ                   ક્રમ

એંજેલા માર્કેલ         ૧

ક્રિસ્ટિને લેગાર્ડે         ૨

કમલા હેરિસ           ૩

જેસિના એંન્ડે           ૩૨

ટી સાઇ ઇંગ વેન      ૩૭

કેરન લીંચ             ૩૮

નિર્મલા સિતારામણ    ૪૧

રોશની નાદર          ૫૫

કિરણ મજમુદાર       ૬૮

રૈણુકા જગતિયાની     ૯૮

(9:49 am IST)