Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

સાંજે રાષ્ટ્રપતિને મળશે રાહુલ-પવાર સહિતના નેતાઓ

કૃષિ કાનૂન મુદ્દે રાષ્ટ્રપતિને ફરીયાદ કરશે વિપક્ષના નેતાઓ

નવી દિલ્હી, તા. ૯ :. કેન્દ્ર સરકારના કૃષિ કાનૂનના વિરોધ વચ્ચે વિપક્ષોનુ એક પ્રતિનિધ મંડળ આજે રાષ્ટ્રપતિને મળશે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, એનસીપીના પ્રમુખ શરદ પવાર, સીપીઆઈ(એમ)ના મહામંત્રી સિતારામ યેચુરી સહિત પાંચ નેતાઓ આજે સાંજે ૫ વાગ્યે રાષ્ટ્રપતિને મળશે. કોવિડ પ્રોટોકોલને કારણે પાંચ નેતાઓને જ રાષ્ટ્રપતિ ભવનમાં જવાની મંજુરી આપવામાં આવી છે.

આ મુલાકાત દરમિયાન આ નેતાઓ કૃષિ કાનૂનનો મુદ્દો ઉઠાવશે. છેલ્લા ૧૩ દિવસથી ખેડૂતો દિલ્હીની બોર્ડરે અડીંગો જમાવીને બેઠા છે. તેઓના રોષનો પડઘો પણ આ મુલાકાત દરમિયાન પડશે તેવુ જણાય છે.

અત્યાર સુધીમાં સરકાર અને ખેડૂતો વચ્ચે પાંચ તબક્કાની વાતચીત થઈ છે પરંતુ કોઈ પરિણામ આવ્યુ નથી.

(10:05 am IST)