Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

બ્રિટનમાં વિરોધ પ્રદર્શનમાં ખાલિસ્તાની ધ્વજ લેહારાયા

ખેડૂતોના સમર્થનમાં બ્રિટનમાં પણ વિરોધ : વીડિયોમાં ખાલિસ્તાની ધ્વજ સાથે વિરોધ કરતા લોકોને જોતા ખાલિસ્તાની એન્ગલનો ચોંકાવનારો મુદ્દો ઊઠ્યો

નવી દિલ્હી, તા. ૮ : કૃષિ કાયદાના વિરોધમાં ભારતમાં ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે અને આજે આંદોલનના ૧૩માં દિવસે ભારત બંધ છે. બીજી તરફ ખેડૂતોના સમર્થનને લઇને કેટલાક વિડીયો બ્રિટનથી પણ સામે આવી રહ્યા છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આમાં ખાલિસ્તાની ઝંડા લહેરાવામાં આવી રહ્યા છે. આ વિડીયો બાદ ખુફિયા એજન્સીઓના કાન સરવા થઈ ગયા છે. ઇંગ્લેન્ડનો ક્રિકેટર મોન્ટી પાનેસર પણ ખેડૂતોના સમર્થનમાં કૂદ્યો છે અને સતત નરેન્દ્ર મોદી સરકારથી કાયદામાં સંશોધનની માગ કરી રહ્યો છે. પાનેસરના એક વિડીયોમાં ખાલિસ્તાની ઝંડા લહેરાવતા લોકો જોવા મળી રહ્યા છે. બ્રિટનમાં ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શન દરમિયાન લોકો ઝંડો લઇને ભારતીય હાઇ કમિશનની સામે પ્રદર્શન કરી રહ્યા છે. ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર મોન્ટી પાનેસરે એક વિડીયો ટ્વીટ કર્યો છે. આ વિડીયોમાં કેટલાક લોકો ખાલિસ્તાનનો ઝંડો લઇને પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે.

           ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલન દરમિયાન ખાલિસ્તાની એન્ગલનો મુદ્દો ઊઠી ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલન દરમિયાન ખાલિસ્તાની એન્ગલની વાત સામે આવી ચુકી છે. હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે ખુફિયા ઇનપુટના આધારે કહ્યું હતુ કે આ આંદોલનમાં ખાલિસ્તાનીઓના સામેલ થવાની વાત કરી હતી. મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું હતુ કે, અમારી પાસે ઇનપુટ છે કે કેટલાક અસાજિક તત્વો આ ભીડમાં આવેલા છે. અમારી પાસે રિપોર્ટ્સ છે. અત્યારે આનો ખુલાસો કરવો યોગ્ય નથી. તેમણે સ્પષ્ટ નારા લગાવ્યા છે. જે ઑડિયો અને વિડીયો સામે આવ્યા છે તેમાં ઇન્દિરા ગાંધીને લઇને સ્પષ્ટ નારા લાગી રહ્યા છે અને કહી રહ્યા છે કે જ્યારે ઇન્દિરા ગાંધીની સાથે આ કરી દીધું તો મોદી શું ચીજ છે.

ઇંગ્લેન્ડના ક્રિકેટર મોન્ટી પાનેસર દ્વારા ટ્વીટ કરવામાં આવેલા લંડનમાં ભારતીય દૂતાવાસ સામે શૂટ કરાયેલા વિડીયોમાં ખાલિસ્તાની ઝંડા લહેરાતા જોવા મળી રહ્યા છે. પાનેસરે આ વિડીયોમાં કહ્યું છે કે, ઇંગ્લેન્ડના લોકો ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ તેના વિડીયોમાં ખાલિસ્તાની ઝંડો શક પેદા કરનારો છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા પંજાબના સીએમ અમરિંદર સિંહે ગૃહમંત્રી અમિત શાહને મળીને કહ્યું હતુ કે, આ આંદોલનના જલદી સમાધાનની જરૂર છે, નહીં તો આનાથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે.

(8:29 am IST)