Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

હાઇ સિક્યોરિટી નંબર પ્લેટમાંથી છુટકારો:પ્રક્રિયાને વધારે સરળ બનાવાશે : નવી તારીખ હવે જાહેર થશે

પોર્ટલ પર સતત વધી રહેલા લોડના કારણે લોકો ખુબ જ પરેશાન હતા

નવી દિલ્હી : નવી ગાડીઓમાં હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લાગીને જ આવે છે પરંતુ જે જુની ગાડીઓનાં માલિકોને ઓનલાઇન અરજી દ્વારા HSRP નંબર પ્લેટ લગાવવાની હોય છે તે મુદ્દે અનેક ફરિયાદો મળી રહી હતી. હવે આ અંગે નવો આદેશ આવ્યા બાદ તેમને રાહત મળશે

  અત્યાર સુધી એક ડિસેમ્બરથી HSRP નંબર પ્લેટ લગાવવી ફરજીયાત હતી. જેના કારણે વાહનો અંગેના તમામ કામ પર રોક લગાવાઇ હતી. ડીલરો પાસે નંબર પ્લેટ ઓછી હોવાનાં કારણે મન પડે તેવા ભાવ વસુલી રહ્યા હતા. પોર્ટલ પર સતત વધી રહેલા લોડના કારણે લોકો ખુબ જ પરેશાન હતા

  યુપીમાં એપ્રીલ 2019 પહેલાની તમામ ગાડીઓ પર હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવાનો આદેશ અપાયો હતો. જો કે HSRP લગાવવું ફરજીયાત થયા બાદ જુની ગાડીના માલિકો હેરાન પરેશાન થઇ રહ્યા હતા. જેના પગલે આ નિર્ણય લેવાયો છે

 પરિવહન વિભાગે નિશ્ચય કર્યો છે કે, હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવા માટેની પ્રક્રિયાને વધારે સરળ બનાવાશે. તેના માટે વિભાગ ઓટોમોબાઇલ સંગઠનો સાથે મળીને SIAM નામની એક વેબસાઇટ તૈયાર કરશે. ત્યાર બાદ HSRP લગાવવા માટે નવી તારીખ નક્કી કરવામાં આવશે.

(12:00 am IST)