Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

મોડી રાત્રે અમિતભાઈ અને કિસાન નેતાઓ વચ્ચેની મંત્રણા પૂરી થઈ છે: મોદી સરકાર નવા કૃષિ કાનૂનો પાછા ખેંચવાના મૂડમાં નહિ હોવાના પ્રાથમિક નિર્દેશો મળે છે

નવી દીલહી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને કિશાન નેતાઓ વચ્ચેની તાકીદની યોજાયેલ બેઠક પૂરી થઈ છે. પ્રાથમિક મળતા નિર્દેશો મુજબ મોદી સરકાર નવા કૃષિ કાયદામાં કોઈ ફેરફાર કરવા માગતી નથી. દિલ્હી લગભગ ચારે તરફથી આવ-જા માટે બંધ થઈ ગયું છે, ત્યારે આજે ભારત બંધના એલાન બાદ ગૃહમંત્રી અમિતભાઈ શાહે કિસાન નેતાઓને આશ્ચર્યજનક રીતે મંત્રણા માટે બોલાવ્યા હતા. આ પહેલાં પાંચ પાંચ મંત્રણાઓ નિષ્ફળ ગઇ હતી અને આવતીકાલે છઠ્ઠી મંત્રણા યોજાવાની છે ત્યારે તે પૂર્વેની આજની બેઠક મોડી રાત્રે પૂરી થઈ. દેશના અનેક ભાગોમાં કિસાનો કૃષિ કાયદાને પાછા ખેંચવાની માગણી સાથે ૧૩ દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે.

(8:26 am IST)