Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

ખેડૂત આંદોલન અંગે કંઈક મહત્વનું રંધાઈ રહ્યું છે: આજે સાંજે અચાનક અમિતભાઈએ ખેડૂત આગેવાનોને મંત્રણા માટે બોલાવ્યા અને કાલે સવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ રહી છે

નવી દિલ્હી : આવતીકાલે બુધવારે સવારે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક મળી રહ્યાનું જાણવા મળે છે. એવું મનાય છે કે ખેડૂત આંદોલન અંગે કોઈક પ્રકારની જાહેરાત થાય તો નવાઈ નહિ. જોકે શુ ધારતા હોય તેથી વિપરીત જ નિર્ણયો લેવાનું નરેન્દ્રભાઈ હંમેશા કરતાં આવ્યા છે, ત્યારે આવતીકાલે પ્રધાનમંડળની બેઠકમાં શું નિર્ણય લેવાય છે તે તરફ સૌની મીટ મંડાયેલી છે. આ બધા વચ્ચે આજે ભારત બંધના દિવસે જ ખેડૂત નેતાઓ સાથે ગૃહમંત્રી અમિતભાઈએ  અચાનક મંત્રણાઓ યોજતા પણ રાજકીય ગલિયારામા ભારે ગરમાવો આવી ગયો છે. એવી પણ ચર્ચા છે કે વિવાદાસ્પદ ત્રણ કૃષિ ખરડાઓમાંથી એક ખરડો સરકાર પડતો મૂકે અને અન્ય ખરડાઓમાં ખેડૂતોને માન્ય રહે તેવા સુધારાઓ કરવામાં આવે.. સૌની નજર આવતી કાલ ઉપર મંડાયેલી છે કે શું થશે ?

(12:00 am IST)