Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

ટીઆરપી સ્કેમ : રિપબ્લિક ટીવીના કર્મચારીઓને સુરક્ષા આપવા મુંબઈ હાઇકોર્ટમાં દાવો : જામીન ઉપર છૂટેલા કર્મચારી ઘનશ્યામ સિંઘને ધરપકડ દરમિયાન પોલીસે બેરહેમી પૂર્વક માર માર્યો હતો : સત્તાનો દુરુપયોગ કરી રહેલ પોલીસના ત્રાસમાંથી કર્મચારીઓને છોડાવી તપાસ સીબીઆઈને સોંપવા માંગણી

મુંબઈ : ટીઆરપી સ્કેમ મામલે ધરપકડ કર્યા બાદ જામીન ઉપર છૂટેલા રિપબ્લિક ટીવીના કર્મચારી ઘનશ્યામ સિંઘને ધરપકડ દરમિયાન પોલીસે બેરહેમી પૂર્વક માર માર્યો હતો . તેને પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કરી બીજા રૂમમાં લઇ જઈ જાડા પટ્ટાથી ક્રૂરતા પૂર્વક મારી સિતમ ગુજાર્યો હતો. આ ટોર્ચર રૂમમાં તેની બંને હાથની હથેળીઓમાં પટ્ટાના ત્રણ વખત પ્રહાર કરાયા હતા. ઉપરાંત માનસિક ત્રાસ અપાયો હતો. અને ખોટું નિવેદન આપવા દબાણ કર્યું હતું. તેવી રાવ સાથે રિપબ્લિક ટીવીની પેરન્ટ કંપની એઆરજી આઉટલીયેરએ મુંબઈ કોર્ટમાં દાવો કર્યો છે.તથા રિપબ્લિક ચીફ અર્ણબ ગોસ્વામી સહીત તમામ કર્મચારીઓને સુરક્ષા આપવા માંગણી કરી છે . દાવામાં આવા જ એક કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટે પોલીસ તપાસ પોલીસ પાસેથી ટ્રાન્સફર કરી સીબીઆઈને સોંપ્યાનો અહેવાલ ટાંક્યો હતો.

આ દાવો એવા સમયે દાખલ કરાયો છે જયારે રિપબ્લિક ટીવીએ ટીઆરપી સ્કેમ મામલાની તપાસ મુંબઈ પોલીસ પાસેથી લઇ લેવા અને અન્ય સ્વતંત્ર એજન્સી અથવા સીબીઆઈને સોંપવા પિટિશન દાખલ કરેલી છે.જેની સુનાવણી બાકી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)