Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

પાકિસ્તાનમાં પત્રકારની હત્યા : બંદૂકધારી બે અજ્ઞાત હુમલાખોરોએ પત્રકારના ઘરમાં જઈ ગોળીબાર કરતા કરૂણ મોત : પોલીસ તપાસ ચાલુ

પેશાવર : ખેબર પખ્તુનખા પ્રાંતમાં  ડેરા ઇસ્માઇલ ખાનની મદીના કોલોનીમાં રહેતા પત્રકાર જાવેદના ઘરમાં ઘુસી જઈ બે અજ્ઞાત હુમલાખોરોએ તેના ઉપર ગોળીબાર કર્યો હતો.તથા બાદમાં મોટર સાઇકલ ઉપર આવેલા આ બે હુમલાખોરો નાસી છૂટ્યા હતા.

જાવેદને તુરંત હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યુ થઇ ગયું હતું.તેના પેટ ઉપર લાગેલી ગોળી તેના મોતનું નિમિત્ત બની હતી.પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે.

જાવેદ સ્થાનિક ચેનલમાં કેમેરામેન હતો તથા પોતાની વેબ ચેનલ પણ ચલાવતો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:24 am IST)