Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

કેન્સરગ્રસ્ત મમ્મી માટે દીકરાએ હોસ્પિટલમાં સ્કાઇપ પર લગ્ન કર્યાં

કોલકત્તા તા. ૯: મમ્મીની છેલ્લી ઇચ્છા પુરી કરવા માટે કલકત્તાની રૂબી જનરલ હોસ્પિટલમાં એક દરદીનો રૂમ લગ્નમંડપમાં તબદીલ થઇ ગયો હતો. ભાસ્કર રોય બર્ધન નામના ૩૩ વર્ષના યુવકની મમ્મી કેન્સરના આખરી તબકકકામાં મોત સામે ઝઝુમી રહી હતી. ભાસ્કરના ચંદ્રિમા ચેટરજી નામની યુવતી સાથે ૧પ ડિસેમ્બરે લગ્ન થવાનાં હતાં, પરંતુ તેની માને ચિંતા હતી કે તે કદાચ ત્યાં સુધી જીવી નહીં શકે અને દીકરાનાં લગ્ન થતાં નહીં જોઇ શકે. એટલે ભાસ્કરે લગ્નની તારીખની રાહ જોયા વિના હોસ્પિટલમાં પથારીવશ માની સામે જ લગ્ન કરી લેવાનું નકકી કરી લીધું. જોકે તેની ફિયાન્સ ચંદ્રિકા હાલમાં વિદેશમાં છે. એવા સમયે હોસ્પિટલના મેનેજમેન્ટે જ તેમને સ્કાઇપ પર લગ્નવિધિ કરવાની બધી તજવીજ કરી આપી હતી. માની સામે ભાસ્કરે લેપટોપ પર દેખાતી ચંદ્રિકાની માંગમાં સિંદૂર પૂર્યું અને મંત્રોચ્ચાર સાથે લગ્નની વિધિ કરી હતી.

ભાસ્કરની મા શરીરથી ખૂબ નખાઇ ગઇ હોવા છતાં લગ્ન વખતે તેના ચહેરા પર સ્માઇલ અને આંખમાં ખુશીનાં આંસુ હતાં.  (૭.૧પ)

 

(3:45 pm IST)