Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

કઇ સીટ પર પાટીદાર Vs પાટીદાર અને ઓબીસી Vs ઓબીસી ઉમેદવારો છે આમને સામને

બંને તબક્કાની ચૂંટણીમાં ૧૮૨ બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોએ પાટીદાર, ઓબીસી વર્ગના ઉમેદવારોને ૧૧૫ બેઠકો પરથી લડાવી રહ્યુ છે

નવી દિલ્હી તા. ૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના રાજકારણમાં પહેલીવાર જ્ઞાતિવાદ એ હદે ચરમસીમાએ પહોંચ્યો છે કે રાજકીય પક્ષોને તેના દ્યૂંટણીએ પડીને ઉમેદવારો ઉતારવા પડ્યા છે. બંને તબક્કાની ચૂંટણીમાં ૧૮૨ બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીયય પક્ષોએ પાટીદાર, ઓબીસી વર્ગના ઉમેદવારોને ૧૧૫ બેઠકો પરથી લડાવી રહ્યું છે. જેમાંથી ૩૪ ઉપર પાટીદારો અને ૩૯ બેઠકો પર ઓબીસી ઉમેદવારો આમને સામને સ્પર્ધા કરી રહ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે.

ગુજરાતમાં છેલ્લા અઢી વર્ષથી સામાજિક આંદોલનોના કારણે જ્ઞાતિવાદ મજબૂત રીતે ઉભો થઈ રહ્યો છે. પાટીદાર આંદોલન બાદ ઠાકોર સમાજ અને ઓબીસી સમાજના લોકો પણ આંદોલનના રસ્તે ચાલી નીકળ્યા છે, એવામાં મતદારોને આકર્ષવા માટે બંને પક્ષોએ રીતસરની હોડ લગાવી છે. ૧૮૨ બેઠકોમાંથી ૫૦ બેઠકો પર પાટીદારો સૌથી મોટો મતદાર સમૂહ છે. આ હકીકતને ધ્યાનમાં રાખી ભાજપે ૫૨ તો કોંગ્રેસે ૪૨ પાટીદાર ઉમેદવારો મુકયા છે.

બીજી તરફ ૧૪૬ જ્ઞાતિઓમાં વિભાજિત ઓબીસી વર્ગ ૧૮૨માંથી ૭૪ બેઠકો પર સૌથી મોટી વોટબેંક છે. ભાજપે ૫૮ અને કોંગ્રેસ ૬૨ ઉમેદવારો ઓબીસી વર્ગમાંથી પસંદ કર્યાં છે. જેમાં કોળી, આહિર, મેર, આંજણા ચૌધરી, ઠાકોર જેવા વર્ગના લોકો આમને સામને લડી રહ્યા છે. રાજયમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે, ત્યારે ૮૯ સીટોમાંની કઈ સીટો પરથી જ્ઞાતિવાદના આધારે ઉમેદવારો એકબીજા સામે લડી રહ્યા છે, તે જાણીએ.

ઓબીસી Vs ઓબીસી સમાજના ઉમેદવારો

સીટ

ભાજપ

કોંગ્રેસ

ચોટીલા

જીણાભાઈ ડેડવારિયા

ઋત્વિક મકવાણા

ધાંગ્રધા

જયરામ સોનાગરા

પુરુષોત્ત્।મ સાબરિયા

ખંભાળિયા

કાળુભાઈ ચાવડા

વિક્રમ માડમ

દ્વારકા

પબુભા માણેક

મેરામણ ગોરિયા

પોરબંદર

બાબુ બોખિરીયા

અર્જુન મોઢવાડિયા

કુતિયાણા

લાખાભાઈ ઓડેદરા

વેજાભાઈ મોડેદરા

સોમનાથ

જશા બારડ

વિમલ ચૂડાસમા

તાલાલા

ગોવિંદ પરમાર

ભગવાન બારડ

ઊના

હરિભાઈ સોલંકી

પુંજાભાઈ વંશ

રાજુલા

હીરાભાઈ સોલંકી

અમરીષ ડેર

મહુવા

રાઘવજી મકવાણા

વિજય બારૈયા

તળાજા

ગૌતમ ચૌહાણ

કનુભાઈ બારૈયા

પાલિતાણા

ભીખાભાઈ બારૈયા

પ્રવિણ રાઠોડ

ભાવનગર ગ્રામ્ય

પરષોત્ત્।મ સોલંકી

કાંતિભાઈ ચૌહાણ

જંબુસર

છત્રસિંહ મોરી

સંજય સોલંકી

અંકલેશ્વર

ઈશ્વરભાઈ પટેલ

અનિલ ભગત

સુરત પૂર્વ

અરવિંદ રાણા

નીતિન ભરૂચા

ચૌયાર્સી

 ઝંખના પટેલ

યોગેશ પટેલ

જલાલપોર

રમેશ પટેલ

પરિમલ પટેલ

પાટીદાર Vs પાટીદાર સમાજના ઉમેદવારો

સીટ

ભાજપ

કોંગ્રેસ

મોરબી

કાંતિ અમૃતિયા

બ્રિજેશ મેરઝા

રાજકોટ પૂર્વ

અરવિંદ રૈયાણી

મિતુલ ડોંગા

રાજકોટ દક્ષિણ

ગોવિંદ પટેલ

દિનેશ ચોવટિયા

જેતપુર

જયેશ રાદડિયા

રવિ આંબલિયા

ધોરાજી

હરિભાઈ પટેલ

લલિત વસોયા

જામનગર ગ્રામ્ય

રાઘવજી પટેલ

વલ્લભ ધારડિયા

જામજોધપુર

ચીમન સાપરિયા

ચિરાગ કાલરિયા

વિસાવદર

કિરીટ પટેલ

હર્ષદ રાબડિયા

કેશોદ

દેવાભાઈ માલમ

જયેશ લાડાણી

ધારી

દિલીપ સંઘાણી

જે.વી.કાવડિયા

અમરેલી

બાવકુ ઉઘાડ

પરેશ ધાનાણી

લાઠી

ગોપાલ વસ્તરપરા

વીરજી ઠુમ્મર

સાવરકુંડલા

કમલેશ કાનાણી

પ્રતાપ દૂધાત

ગારિયાધાર

કેશુભાઈ નાકરાણી

પી.એમ.ખેની

બોટાદ

સૌરભ પટેલ

ડી.એમ.પટેલ

વઢવાણ

ધનજીભાઈ પટેલ

મોહન પટેલ

રૂ

દુષ્યંત પટેલ

જયેશ પટેલ

કામરેજ

વીડી ઝાલાવાડિયા

અશોક જીરાવાલા

વરાછા

કુમાર કાનાણી

ધીરૂભાઈ ગજેરા

કરંજ

પ્રવીણ ઘોઘારી

ભાવેશ ભુંભલિયા

કતારગામ

વીનુભાઈ મોરડિયા

જીગ્નેશ મેવાસા

ઉધના

વિવેક પટેલ

સતીષ પટેલ

સુરત ઉત્તર

કાંતિભાઈ બલર

દિનેશ કાછડિયા

(11:41 am IST)