Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ભાજપ VS કોંગ્રેસઃ સોશિયલ મીડિયામાં પણ ખરાખરીનો મુકાબલો

સોશિયલ મીડિયામાં ટ્રાફિક વધ્યો

નવી દિલ્હી તા. ૯ : આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીની ટક્કર છે. નેતાઓ ચૂંટણી પ્રચાર દરમિયાન સભાઓમાં અને રેલીઓમાં તો મહેનત કરી જ રહ્યા છે, સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ચૂંટણીની અસર વર્તાઈ રહી છે. શહેરના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર નવેમ્બર ૨૫દ્મક બન્ને પાર્ટીઓના ટ્વિટર અને ફેસબુક અકાઉન્ટનો ટ્રાફિક સામાન્ય કરતા દસ ગણો વધી ગયો છે.

એક સોશિયલ મીડિયા એનાલિસ્ટ જણાવે છે કે, પાછલા એક અઠવાડિયામાં(ડિસેમ્બર ૨થી ૮) કોંગ્રેસે ૫૫ વીડિયો અને ભાજપે ૭૮ વીડિયો પોસ્ટ કર્યા છે. કોંગ્રેસ અને ભાજપના આ વીડિયોમાં ૬૫% વીડિયો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના છે.

નિષ્ણાંતોનુ કહેવુ છે કે ૨૦૧૨ની ચૂંટણી અને આ ચૂંટણીમાં ફરક એટલો જ છે કે ત્યારે ઓનલાઈન આટલો પ્રચાર નહોતો થતો. અત્યારે ભાજપ અને કોંગ્રેસની લગભગ દરેક રેલી અને સભાનું સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમીંગ કરવામાં આવે છે. અને મોટી સંખ્યામાં લોકો આ લાઈવ સ્ટ્રીમીંગ જોતા હોય છે. પાર્ટી નેતાઓના મોટા નિવેદનોના વીડિયો તૈયાર કરીને તે પણ પોસ્ટ કરતી હોય છે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કોંગ્રેસનો #NavsarjanGujaratહેશટેગ અને ભાજપનો #BJP4Gujarat હેશટેગ સૌથી વધારે વાર ઉપયોગમાં લેવાયો છે. કોંગ્રેસના હેશટેગનો ઉપયોગ લગભગ ૫૭.૨૭ લાખ વાર અને ભાજપના હેશટેગનો ઉપયોગ ૪૨.૫૩ લાખ વાર થયો છે.(૨૧.૭)

 

(10:29 am IST)