Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ચૂંટણીમાં ' ચાણક્ય' બાદ હવે ટીમ બાઇડેન અને તંત્રમાં ભારતીયોની મહત્વપૂર્ણ ભૂમિકા

ઇતિહાસમાં પહેલીવાર એક મહિલા ઉપ રાષ્ટ્રપતિ કમલા હૈરીસ ઉપરાંત ડો,વિવેક મૂર્તિ,રાજ શેટ્ટી,અમિત જાની ,વિનય રેડ્ડી, સંજય જોશીપુરા,સબરીના સિંહ તેમજ સોનલ શાહ, ગૌતમ રાઘવન, વનીતા ગુપ્તાએ નિભાવી મહત્વપૂર્ણ કામગીરી

વોશિંગટન : જો બાઇડેનના વિજયમાં વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અને સૌથી જૂના લોકતંત્ર અમેરિકામાં એક લાંબી પ્રક્રિયા પછી રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. અમેરિકાને જો બિડેનના  રૂપમાં 46માં રાષ્ટ્રપતિ મળ્યા છે અને સાથે જ ઇતિહાસમાં પ્રથમ વખત એક મહિલા ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ મળ્યા છે. હવે લોકો વચ્ચે ચર્ચાનો વિષય જો બિડેનનું તંત્ર અને તેમની ટીમ છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ ટીમમાં ભારતવંશીઓની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

ડૉ. વિવેક મૂર્તિ :રાષ્ટ્રપતિ ચૂંટણીની તસવીર સ્પષ્ટ થવાના કેટલાક કલાક પછી બિડેન કેમ્પ તરફથી એમ જણાવવામાં આવ્યુ છે કે તેમની પ્રથમ પ્રાથમિકતા કોરોના મહામારી પર લગામ લગાવવાની હશે. બિડેન તેની માટે ટાસ્ક ફોર્સની રચના કરશે. આ ટીમની જવાબદારી ડૉ. વિવેક મૂર્તિને આપી શકે છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં વિવેક અમેરિકાના સર્જન જનરલ હતા.
રાજ ચેટ્ટી:આ રીતે આર્થિક મુદ્દા પર બિડેનને સલાહ આપનારી ટીમના સભ્ય રાજ ચેટ્ટી પણ ભારતીય મૂળના છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે રાજ ચેટ્ટીને પણ મોટી ભૂમિકા મળી શકે છે.

અમિત જાની:બિડેનની ટીમમાં આ પોલિટિકલ કેમ્પેનર હતા. અમિત સાઉથ એશિયન કોમ્યુનિટીના લોકોને પોતાના પક્ષમાં કરવામાં માહેર છે. અમિત જાની અમેરિકામાં મતનું ધ્રુવીકરણ કરાવવામાં માહેર છે. રસપ્રદ વાત એ છે કે અમિત જાની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ સમર્થક છે.

વિનય રેડ્ડી:વિનય રેડ્ડી જે બિડેન માટે ભાષણ તૈયાર કરે છે, તેમની માટે પણ નજીકતા જો બિડેન સાથે છે. તેમણે પણ બિડેનની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

સંજીવ જોશીપુરા :તેમનું  મુખ્ય કામ બિડેન અને કમલા હેરિસ માટે ભારતીયોનું સમર્થન મેળવવાનું હતું. ઇન્ડિયન ફૉર બિડેન નેશનલ કાઉન્સિલ હેઠળ રચાયેલી સાઉથ એશિયન ફોર બિડેન સંગઠનના અધ્યક્ષ સંજીવ જોશીપુરા છે. જેની રચનાનો મુખ્ય ઉદ્દેશ્ય હેરિસને તમામ ધર્મ અને પૃષ્ઠભૂમિઓના ભારતીયોનું સમર્થન અપાવવાનું હતું, જેને લઇને તે ઘણા એક્ટિવ હતા.

સબરીના સિંહ :ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ભારતીય-અમેરિકન સબરીના સિંહને પોતાના પ્રેસ સચિવ તરીકે ચૂંટ્યા હતા. સબરીનાની ખાસ વાત એ છે કે તેમનો પરિવાર અમેરિકામાં સારી પકડ ધરાવે છે. તે પણ અમેરિકાના રાજકારણ વિશે ઉંડી સમજ અને ઓળખ રાખે છે.

આ સિવાય સોનલ શાહ, ગૌતમ રાઘવન, વનીતા ગુપ્તા પણ આ યાદીમાં છે. તેમણે પણ બિડેનની જીતમાં મહત્વની ભૂમિકા નીભાવી છે. સૌની નજર આ વાત પર છે કે બિડેનની ટીમ કેવી હશે

(6:49 pm IST)